૮,૧૦,૨૦-૨૨ અને ૩૫ સીટવાળા પણ વડા પ્રધાન બનવાનાં સપનાં જુએ છે : મોદી

17 May, 2019 10:41 AM IST  | 

૮,૧૦,૨૦-૨૨ અને ૩૫ સીટવાળા પણ વડા પ્રધાન બનવાનાં સપનાં જુએ છે : મોદી

પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યુપીના મઉ બાદ ચંદૌલીમાં ચૂંટણી રૅલી સંબોધી હતી. એ દરમ્યાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે કોઈ ૮ સીટ, ૧૦ સીટ, ૨૦-૨૨ સીટ અને કોઈ ૩૫ સીટવાળા પીએમ બનવાનાં સપનાં જોવા લાગ્યા છે. પરંતુ દેશે કહ્યું કે ફરી એક વાર મોદી સરકાર.

ચંદૌલીમાં પીએમ મોદીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ, ઍર સ્ટ્રાઇકનો વિરોધ, ઘૂસણખોરોની ઓળખનો વિરોધ, નાગરિકતા કાયદાનો વિરોધ, ત્રણ તલાક કાયદાનો વિરોધ, ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવાનો વિરોધ, ડગલે-પગલે મોદીનો વિરોધ કરવો માત્ર તેમનું મૉડલ છે.

તેમણે કહ્યું કે અમે એ રાજનીતિ અને સામાજિક સંસ્કૃતિમાં મોટા થયા છીએ જ્યાં પોતાનાથી મોટું દળ અને દળથી મોટો દેશ હોય છે. અહીંના સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયનાં મૂલ્યોને અમે આત્મસાત કયાર઼્ છે. અમે ભારતીય મૂલ્યોને ધ્યાનમાં રાખી સબ કા સાથ સબ કા વિકાસનો રસ્તો અપનાવ્યો છે.

તેમણે કહ્યું કે એકવીસમી સદીના યુવા આજે દેશને ૨૦૧૪થી પહેલાંના દોરમાં વાપસ મોકલવા માટે તૈયાર નથી. આ એ દોર હતો જ્યારે આજ દિવસ કૌભાંડના સમાચાર આવતા રહેતા હતા. આ એ દોર હતો જ્યારે ભ્રક્ટાચારની સામે દેશ રસ્તા પર હતો. કેટલાક લોકો અફવા ફેલાવી આપણા દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માગે છે. પીએમએ કહ્યું કે હું આજે અહીંથી સમગ્ર દેશના ખેડૂતોને જણાવવા માગું છું કે જે પૈસા તમારાં ખાતાંમાં મોકલવામાં આવે છે એ તમારા જ છે. તમારી સહાયતા માટે લીધા છે. એ પૈસાને તમારાથી ક્યારેય પરત લેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?: માયાવતી

પીએમ મોદીએ કહ્યું કે અમારી નીતિ એકદમ સાફ છે. અમારા જવાનોની સુરક્ષાથી કોઈ સમાધાન કરીશું નહીં. ખતરો ભલે બૉર્ડરની અંદર હોય અથવા બૉર્ડરની પાર, અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું. ભારતનું ખાઈને પાકિસ્તાનના ગુણ ગાનારાઓ અલગાવવાદીઓની સાથે અમે કડક વલણ અપનાવી રહ્યા છીએ.

Election 2019 narendra modi congress bharatiya janata party