નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ નામ આગળ લગાવ્યું ચોકીદાર

17 March, 2019 12:11 PM IST  | 

નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ નામ આગળ લગાવ્યું ચોકીદાર

નરેન્દ્ર મોદીએ ટ્વિટર હેન્ડ્લ પર લખ્યું ચૌકીદાર

2014ની ચૂંટણી સમયે ચાવાળા બાદ હવે 2019માં ભાજપ ચૌકીદાર શબ્દનો ઉપયોગ કરી રહી છે. જનસભાઓમાં પોતાની જાતને દેશના ચોકીદાર ગણાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપતા શનિવારે મૈં ભી ચૌકીદાર વીડિયો જાહેર કરીને કેમ્પેઈન શરૂ કર્યું હતું. હવે વડાપ્રધાન મોદીએ પોતાના નામની આગળ જ ચોકીદાર લગાવી દીધું છે.

 

પીએમ મોદીએ શનિવારે મૈં બી ચૌકીદાર વીડિયો રિલીઝ કર્યા બાદ ચૌકીદાર કેમ્પેઈન શરૂ કર્યું છે. જો કે હાલ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ફક્ત નરેન્દ્ર મોદી જ દેખાઈ રહ્યું છે. પીએમ મોદીની સાથે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ, ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ પણ પોતાના નામની આગળ ટ્વિટર પર ચોકીદાર શબ્દ ઉમેર્યો છે. તો જે પી નડ્ડા, રમણસિંહ, પૂનમ મહાજન સહિતના નેતાઓએ પણ પીએમ મોદીની જેમ ચૌકીદાર ઉમેર્યું છે.

ભાજપે રિલીઝ કર્યો હતો વીડિયો

લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત શનિવારે ભાજપે એક વીડિયો રિલીઝ કર્યો હતો. 3.45 મિનિટના આ વીડિયોનું નામ જ હતું મૈં ભી ચૌકીદાર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લાંબા સમયથી રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહી રહ્યા છે કે ચૌકીદાર ચૌર છે. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે એકલા જ ચૌકીદાર નથી. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે જે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડે છે તે ચૌકીદાર છે. પીએમ મોદીના ટ્વિટ બાદ ટ્વિટર પર મૈં ભી ચૌકીદાર ટ્રેન્ડિંગ બન્યું હતું.

આ પણ વાંચોઃ વર્લ્ડમાં ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે મોદીનું ટ્વિટ,'મેં ભી ચોકીદાર'

ઉલ્લેખનીય છે કે ભઆજપના આ કેમ્પેઈન બાદ કોંગ્રેસે પણ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિરવ મોદી સહિતના લોકો સાથે ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'રક્ષાત્મક ટ્વિટ મિસ્ટર મોદી, આજે તમને અપરાધ બોધ થઈ રહ્યો છે.'. આ ફોટોમાં પીએમ મોદીની સાથે વિજય માલ્યા અને મેહુલ ચોક્સીની સાથે સાથે ગૌતમ અદાણીનો પણ ફોટો હતો.

Election 2019 narendra modi