Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વર્લ્ડમાં ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે મોદીનું ટ્વિટ,'મેં ભી ચોકીદાર'

વર્લ્ડમાં ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે મોદીનું ટ્વિટ,'મેં ભી ચોકીદાર'

16 March, 2019 02:07 PM IST |

વર્લ્ડમાં ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું છે મોદીનું ટ્વિટ,'મેં ભી ચોકીદાર'

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


લોકસભાની ચૂંટણી પ્રચારની સાથે સાથે રાજકીય પક્ષોમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ચોકીદાર અંગેના વલણને નિશાન બનાવીને પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી લાંબા સમયથી રાફેલ ડીલમાં વડાપ્રધાન મોદી પણ દોષી હોવાનું કહી 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપી રહ્યા છે.

જો કે વડાપ્રધાન મોદીએ હવે આ જ વાતને લઈ કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના આ આક્ષેપને દેશના નાગરિકોનું અપમાન ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું છે કે હું એકલો જ ચોકીદાર નથી દેશમાં લાખો લોકો ચોકીદાર છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, 'તમારો ચોકીદાર દૃઢપણે ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. જે કોઈ પણ ભ્રષ્ટાચાર અને ગંદકી વિરૂદ્ધ લડી રહ્યા છે, તે એક ચોકીદાર છે. દરેક વ્યક્તિ જે ભારતની પ્રગતિ માટે કઠીન પરિશ્રમ કરી રહ્યો છે, તે એક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે - મેં ભી ચોકીદાર.


આ પણ વાંચો : BJP એના 100 ઉમેદવારોની યાદી આજે જાહેર કરશે

જુઓ પીએમ મોદીનું ટ્વિટ.


પીએમ મોદીના આ ટ્વિટ બાદ ટ્વિટર પર મૈં ભી ચોકીદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ‘#MainBhiChowkidar’ હેશટેગ જલદી જ ભારતની સાથે આખા વિશ્વમાં નંબર એક પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે. #MainBhiChowkidarની સાથે પોતાને ચોકીદાર બતાવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2019 02:07 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK