હું શૌચાલયોનો નહીં, દેશની કરોડો માતાઓ-બહેનોનો ચોકીદાર છું : મોદી

02 April, 2019 09:07 AM IST  |  વર્ધા

હું શૌચાલયોનો નહીં, દેશની કરોડો માતાઓ-બહેનોનો ચોકીદાર છું : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીઓમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસની સાથે સાથે શરદ પવારની પાર્ટી એનસીપી પર પણ પ્રહારો કર્યા અને બંને પાર્ટીને કુંભકર્ણ તરીકે જણાવી હતી. મોદીએ કહ્યું હતું કે આ બન્ને પક્ષો જ્યારે સત્તામાં હોય છે ત્યારે તો તેઓ માત્ર કૌભાંડો કરે છે. આ બંને પાર્ટી સત્તામાં ૬-૬ મહિના સુધી સૂતી રહેતી હોય છે. મોદીએ આ દરમિયાન એક વખત ફરીથી પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને રેલીમાં હાજર લોકોને પુછ્યુ કે તમને પાકિસ્તાનમાં હીરો બનનારા જોઇએ છે અથવા હિન્દુસ્તાનવાળા. તમને પુરાવા જોઈએ કે પછી સપૂતો પર ગર્વ જોઇએ છે.

પીએમ મોદીએ વર્ધામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે ૨ દિવસ પહેલા કોંગ્રેસના એક મોટા નેતાએ કહ્યું કે મોદીએ માત્ર શૌચાલયની ચોકીદારી કરી છે. હવે તમે જણાવો કે વર્ષોથી જે લોકો સ્વચ્છતાના કામમાં જોડાયેલા છે તે સ્વચ્છતાના ચોકીદાર છે. આ ભાષા તેમનું અપમાન છે કે નહીં. મને શૌચાલયનો ચોકીદાર કહેવામાં આવ્યો. તો હું તેમને કહેવા માગું છું કે હા હું શૌચાલયનો ચોકીદાર છું અને શૌચાલયના ચોકીદાર હોવું ગર્વ વાત છે.

એક સમય હતો જ્યારે શરદ પવાર ઇચ્છતા હતા કે તેઓ પણ વડાપ્રધાન બની શકે છે. તેમણે એલાન પણ કર્યું હતું કે તેઓ આ ચૂંટણી લડશે. પરંતુ અચાનક એક દિવસ બોલ્યા કે હું અહીં રાજ્યસભામાં જ ખુશ છું, હું ચૂંટણી નહીં લડું. તેઓ પણ જાણે છે કે ચૂંટણી હવાનું વલણ કઇ બાજુ છે. એનસીપીમાં આ સમયે પારિવારિક યુદ્ધ ચાલી રહ્યું છે. પાર્ટી શરદ પવારના હાથમાંથી નીકળી રહી છે અને સ્થિતિ એ છે કે તેમનો ભત્રીજો ધીમે ધીમે પાર્ટી પર કબજો મેળવી રહૃાા છે. આ જ કારણથી એનસીપીને ટિકિટ વહેંચણીમાં મુશ્કેલી આવી રહી છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન કુંભકર્ણ જેવું છે. જ્યારે તેઓ સત્તામાં હોય છે તો ૬-૬ મહિના માટે સૂતા રહે છે. ૬ મહિનામાં કોઈ એક ઉઠે છે અને જનતાના પૈસા ખાઇને પાછા સૂઈ જાય છે. ન ભૂલો જ્યારે મહારાષ્ટ્રનો ખેડૂત અજિત પવારને પાણી વિશે પ્રશ્નો પૂછવા ગયો હતો તો તેને શું જવાબ મળ્યો હતો. શરદ પવાર પોતે એક ખેડૂત હોવા છતાં ખેડૂતોને ભૂલી ગયા, તેમની ચિંતાઓને ભૂલી ગયા. તેમના કાર્યકાળમાં કેટલા ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી, પણ પવાર સાહેબને કોઈની પડી નથી.

narendra modi Election 2019