પાંચ વર્ષમાં પહેલી વાર PM મોદીએ કરી PC, કહ્યું આવશે પૂર્ણ બહુમતની સરકાર

17 May, 2019 05:37 PM IST  |  નવી દિલ્હી

પાંચ વર્ષમાં પહેલી વાર PM મોદીએ કરી PC, કહ્યું આવશે પૂર્ણ બહુમતની સરકાર

5 વર્ષમાં પહેલી વાર PM મોદીઓ કરી PC.

લોકસભા ચૂંટણીના પરિણામો આવવાને અઠવાડિયા કરતા ઓછો સમય બાકી રહ્યો છે. 19 તારીખે છેલ્લા તબક્કાનું મતદાન છે. તે પહેલા વડાપ્રધાન મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી. પાંચ વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે વડાપ્રધાન મોદીએ PC કરી હોય.

પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઓ
 
-વડાપ્રધાન મોદીએ કહ્યું કે 17મી મે 2014થી ઈમાનદારીની શરૂઆત થઈ ગઈ હતી.

-પત્રકારોને સંબોધન કરતા PM મોદીએ ક્હ્યું કે લાંબા અરસા બાદ પૂર્ણ બહુમતિથી ચુંટાયેલી સરકાર સત્તામાં આવશે.

-વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકતંત્રની તાકાત દુનિયાની સામે લાવવું અમારા સૌની જવાબદારી છે. અમે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ કે આપણું લોકતંત્ર કેટલી વિવિધતાઓથી ભરેલું છે.

-PM મોદીએએ કહ્યું કે આ ચૂંટણી શાનદાર રહી. એક સકારાત્મક ભાવથી થઈ. પૂર્ણ બહુમતિ વાળી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરીને પાછા જીતીને આવે. કદાચ દેશમાં બહુ લાંબા અરસા બાદ થઈ રહ્યું છે.

-અમિત શાહે પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું અને કહ્યું કે એક લાંબા, સફળ ચૂંટણી અભિયાનની સમાપ્તિ પર કેટલીક વાતો કહેવા માટે તમને(પત્રકારોને) આમંત્રિત કરવામાં આવ્યા છે.

-અમિત શાહે પાંચ વર્ષમાં સરકારની કામગીરીનું સરવૈયું આપતા કહ્યું કે પાંચ વર્ષમાં 133 યોજનાઓ લાવ્યા, દર 13 દિવસે એક નવી યોજનાની શરૂઆત થઈ, તમામ વર્ગોમાં આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું.

-શાહે એમ પણ કહ્યું કે આ એવી પહેલી ચૂંટણી છે કે જ્યાં વિપક્ષની તરફથી મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચૂંટણીના મુદ્દા નહોતા.


narendra modi amit shah Loksabha 2019