મન કી બાતમાં પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત માટે કહી આ મહત્વની વાતો

30 August, 2020 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મન કી બાતમાં પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત માટે કહી આ મહત્વની વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ 30 ઑગસ્ટના રોજ મન કી બાત(Mann ki Baat) 2.0ની 15મી કડીમાં દેશ સામે મન કી બાતમાં દેશને ફરી એકવાર આત્મનિર્ભર બનાવવાનો સંદેશ આપ્યો છે. પીએમએ રમકડાં ઇન્ડસ્ટ્રીને આહ્વાન કર્યું છે કે તે આગળ આવે અને દેશને આત્મનિર્ભર બનાવવામાં પોતાની ભૂમિકા ભજવે. આ બાબતે પીએમ મોદીએ પોતે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકો તેમને 11 વાગ્યે સાંભળી શકે છે. પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમનું પ્રસારણ ઑલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર કરવામાં આવ્યું. આ વાતની માહિતીએ પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને આપી. મન કી બાત કાર્યક્રમ મોબાઇલ પર સાંભળવા માટે 1922 પર મિસ્ડ કૉલ પણ આપી શકો છો.

ગયા મહિને નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે એકતાથી લડવા આહ્વાન કર્યું હતું. તો તેમણે આ લડાઇમાં લોકોને સાથે મળીને લડવા માટે વખાણ પણ કર્યા હતા. વડાપ્રધાને દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને સ્વસ્થ થવાનો દર અન્ય દેશોની તુલનામાં બહેતર છે, મૃત્યુ-દર પણ વિશ્વના મોટાભાગના દેશો કરતાં ઓછો છે. આમ છતાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સચેત કરવા કહ્યું કે દેશમાં કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી, આથી વધારે સતર્ક રહેવાની જરૂર છે.

મોદીએ આ મુદ્દાઓ પર કરી મન કી બાત

દેશની વિકાસ યાત્રામાં દરેક દેશવાસી થાય સામેલ
પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવશે. વર્ષ 2022માં આપણો દેશ સ્વતંત્રતાના 75 વર્ષનું પર્વ ઉજવશે. દેશ આજે જે વિકાસ યાત્રાના પથ પર ચાલી રહ્યો છે તેની સફળતા સુખદ ત્યારે જ થશે જ્યારે દરેક દેશવાસી આમાં સામેલ થશે.

ભારતીય બ્રીડના ડૉગ્સ પણ હોય છે ઘણાં સારા
ડૉગ્સની રેસ્ક્યૂ મિશનમાં મોટી ભૂમિકા હોય છે. ભારતમાં એનડીઆરએફએ એવા ડઝનેક જેટલા ડૉગ્સને સ્પેશિયલી ટ્રેઇન કર્યા છે. ક્યાંક ભૂકંપ આવે ત્યારે, ઇમારત પડે ત્યારે, કાટમાળમાં દબાયેલા જીવતા લોકોની શોધ કરવા માટે તે ખૂબ જ એક્સપર્ટ હોય છે. ત્યારે ભારતીય નસ્લના ડૉગ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઇએ. એટલું જ નહીં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચર રિસર્ચ પણ ભારતીય નસ્લના ડૉગ્સ પર રિસર્ચ કરે છે.

ભારતમાં ખાવા-પીવાની બાબતે છે અનેક વિવિધતા
ન્યૂટ્રિશનના આ આંદોલનમાં પીપલ પાર્ટિસિપેશન પણ ખૂબ જ જરૂરી છે. જો તમને ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ ઑફ યૂનિટી જવાની તક મળી હોય કે કોવિડ પછી તમારે ત્યાં જવાની તક મળે તો, ત્યાં એક યૂનિક ન્યૂટ્રિશન પાર્ક બનાવવામાં આવ્યું છે.

સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવશે પોષણ માહ
આપણાં બાળકો, વિદ્યાર્થી, પોતાની સંપૂર્ણ ક્ષમતા દર્શાવી શકે, પોતાનું સામર્થ્ય બતાવી શકે, તે માટે પોષણ મહત્વ સૌથી વધારે છે. બાળકો માટે એ પણ એટલું જ મહત્વનું છે કે તેમની માતાને પણ સંપૂર્ણ પોષણ મળે.

ચિંગારી એપ યુવાનોમાં લોકપ્રિય
ચિંગારી એપ યુવાનોમાં ઘણી પૉપ્યુલર થઈ રહી છે. એક એપ છે આસ્ક સરકાર. આમાં ચૅટ બોટ દ્વારા તમે ઇન્ટરેક્ટ કરી શકો છો અને કોઇપણ સરકારી યોજના વિશે યોગ્ય માહિતી મેળવી શકો છો, તો પણ ટેક્સ્ટ, ઑડિયો અને વીડિયો ત્રણેય રીતે આ એપ તેમારી મદદ કરશે.

દેશના યુવાનો સામે નવું ઇનોવેશન ચેલેન્જ
ભારતીયોને ઇનોવેશન અને સૉલ્યૂશન આપવાનીક્ષમતાને દરેક માને છે અને જ્યારે સમર્પણ ભાવ હોય, સંવેદના હોય તો આ શક્તિ અસીમ બની જાય છે.

આત્મનિર્ભર ભારતમાં વર્ચ્યુઅલ ગેમ્સ અને ટૉઇઝમાં બધાએ ભજવવાની છે મહત્વની ભૂમિકા
હવે કૉમ્પ્યુટર અને સ્માર્ટફોનના આ યુગમાં કૉમ્પ્યુટર ગેમ્સનો પણ ટ્રેન્ડ છે. ત્યારે આ ગેમ્સ બાળકો અને મોટેરાંઓ પણ રમે છે. પણ આમાં જેટલી પણ ગેમ્સ છે તેમની થીમ્સ મોટાભાગે બહારની હોય છે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં વર્ચ્યુઅલ ગેમ્સ હોય, ટૉઇઝનું સેક્ટર હોય, આ બઘાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.

રમકડાં આપણી આકાંક્ષાઓને ઉડાન આપે છે.
આપણાં ચિતનનો વિષય હતો- રમકડાં અને ખાસકરીને ભારતીય રમકડા.

આ કાળખંડમાં દેશ અનેક જુદાં જુદાં મોરચે લડી રહ્યો છે
આપણાં ભારતીય ખેડૂતોએ આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. કોરોનાના આ કાળખંડમાં દેશ અનેક મોરચે લડી રહ્યો છે, પણ આની સાથે સાથે ઘણીવાર એ પ્રશ્ન પણ આવે છે કે આટલા બધાં સમય સુધી ઘરમાં રહેવાને કારણે, નાના બાળકોનો સમય કેવી રીતે પસાર થયો હશે...

દેશમાં સાદગીથી થઈ રહ્યા છે દરેક આયોજન
દેશમાં દરેક આયોજનમાં જે પ્રકારનું સંયમ અને સાદગી આ વખતે જોવા મળી રહી છે, તે અભૂતપૂર્વ છે. જો આપણે ઝીણવટથી જોઇએ, તો એક વાત અવશ્ય આપણાં ધ્યાનમાં આવશે કે આપણાં પર્વ અને પર્યાવરણ બન્ને વચ્ચે એક ઊંડો નાતો છે.

narendra modi national news mann ki baat