પ્રવાસી ભારતીય સંમેલનમાં કોંગ્રેસ પર PMના તીખા પ્રહારો

22 January, 2019 05:33 PM IST  | 

પ્રવાસી ભારતીય સંમેલનમાં કોંગ્રેસ પર PMના તીખા પ્રહારો

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોનું કર્યું સ્વાગત

વડાપ્રધાન મોદી આજે તેમના સંસદીય ક્ષેત્રમાં આયોજિત 15માં પ્રવાસી ભારતીય દિવસમાં પ્રવાસી ભારતીયોનું સ્વાગત કરવા પહોંચ્યા. જ્યાં તેમની સાથે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંગ જગન્નાથ પણ છે.

વડાપ્રધાને કહ્યું કે તમારા તમામ લોકોના સહયોગથી સાડા ચાર વર્ષમાં ભારતે દુનિયામાં પોતાનું એક સ્થાન બનાવ્યું છે.પહેલા લોકો કહેતા હતા કે ભારત નહીં બદલાઈ શકે. આપણે એ વિચારસરણીને બદલાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત દુનિયાની ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્રમાંથી એક છે અને રમત ગમતની દુનિયામાં પણ આપણે એક મોટી આર્થિક તાકાત બનવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે સ્વર્ગીય રાજીવ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે અમારા દેશમાં એક વડાપ્રધાને પદ પર રહીને જ સ્વીકાર કર્યો હતો કે દિલ્લીમાંથી મોકલવામાં આવેલા એક રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ ગરીબો સુધી પહોંચે છે. કૉંગ્રેસે આ લૂંટને ખતમ કરવા માટે કાંઈ જ ન કર્યું જ્યારે અમે આ લૂંટને ખતમ કરી અને સીધા જનતાના પૈસા તેમના ખાતામાં જ પહોંચાડ્યા.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે અમારો પ્રયાસ છે કે તમે જ્યાં પણ રહો સુખી અને સુરક્ષિત રહો. છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન સંકટમાં ફસાયેલા બે લાખથી વધુ ભારતીયોને સરકારના પ્રયાસોથી મદદ મળી છે. ભારતના ગૌરવશાળી ભૂતકાળને ફરી સ્થાપિત કરવા માટેના 130 કરોડ ભારતવાસીઓના સંકલ્પનું આ પરિણામ છે.

આ પણ વાંચોઃ બંગાળમાં અમિત શાહની ગર્જનાઃ અમારી યાત્રા નીકળી હોત તો મમતા સરકારની અંતિમ યાત્રા નીકળી જાત

સૌનો સાથ, સૌનો વિકાસના વિઝન પર ચાલતા ચાલતા આ દેશએ ઘણું મેળવ્યું છે. આજે આર્થિક ક્ષેત્રમાં આપણે આગળ વધ્યા છે. દેશના યુવાનો પણ મેઈક ઈન ઈન્ડિયા હેઠળ નવી નવી વસ્તુઓ બનાવી રહ્યા છે. પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ તેમને વિદેશમાં તેમના ઘરની આસપાસ વસતા લોકોને પણ ભારત આવવા માટે પ્રેરિત કરવા અપીલ છે. સાથે જ સરકાર ભારત આવવા માટે વિઝા સહિતની પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે પ્રયત્નશીલ હોવાનું પણ કહ્યું.

narendra modi national news