અમદાવાદ, ઈન્દોર, ભોપાલ સહિત દેશનાં 16 એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

07 January, 2019 08:07 PM IST  | 

અમદાવાદ, ઈન્દોર, ભોપાલ સહિત દેશનાં 16 એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

દેશના 16 એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

એયરપોર્ટ પર હવેથી પ્લાસ્ટિકનો સામાન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુસાફરો હવેથી સ્ટ્રો, પ્લાસ્ટિક, કટલરી અને પ્લાસ્ટિકની પ્લેટ જેવો સામાન લઈને નહીં જઈ શકે.

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 16 એરપોર્ટ પર હાલ માટે આ પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ઈન્દોર, ભોપાલ, અમદાવાદ,  ભુવનેશ્વર, તિરુપતિ, ત્રિચી, વિજયવાડા, દેહરાદુન, ચંદીગઢ, વડોદરા, મદુરૈ, રાયપુર, વિજાગ, પૂણે, કોલકત્તા અને વારાણસીનો સમાવેશ થાય છે.

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયાના કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે મળીને 31 જાન્યુઆરી 2019 સુધીમાં દેશા 34 મોટા એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ 34 એરપોર્ટ પર 10 લાખ યાત્રિકોના જમાવડો રહે છે. મૂલ્યાંકનના આધારે AAIએ પહેલા રાઉન્ડમાં 16 એરપોર્ટ પસંદ કર્યા છે.

આ પણ વાંચોઃ BJPના ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે : રેશમા પટેલ

એરપોર્ટ પરના ફૂડ સ્ટોલમાં પણ ઈકો ફ્રેન્ડલી પ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક બોટલ્સનો નાશ કરવા માટે મશીન પણ લગાવવામાં આવ્યું છે. જે વાપરવા પર ફૂડ કાઉન્ટર પર 12 ટકા વળતર પણ આપવામાં આવી રહ્યું છે. ગ્રીન હાઉસ ગેસની અસરમાં ઘટાડો કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

national news chhatrapati shivaji international airport indira gandhi international airport