પીયૂષ ગોયલનું એલાન: રેલવેમાં 50 ટકા પદો પર મહિલાઓની થશે ભરતી

28 June, 2019 05:00 PM IST  | 

પીયૂષ ગોયલનું એલાન: રેલવેમાં 50 ટકા પદો પર મહિલાઓની થશે ભરતી

પીયૂષ ગોયલનું એલાન

ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા રાખનારી મહિલા ઉમેદવારો માટે રેલવે સારા સમાચાર લઈને આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન રેલવે પ્રધાન પીયૂષ ગોયલે એલાન કર્યું છે કે, રેલવેમાં 9,000થી વધારે કોન્સ્ટેબલ અને સબ-ઈન્સપેક્ટરના પદોની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં 50 ટકા પદ મહિલાઓને આપવામાં આવશે. રેલવેમાં કામ કરવાની ઈચ્છા રાખનારી મહિલાઓ માટે નોકરી મેળવનાની સારી તક છે.

જાન્યુઆરી 2019માં ભારતીય રેલવેમાં 2021 સુધીમાં 10 ટકા અનામતની મદદથી 4 લાખથી વધારે લોકોને રોજગાર આપવાનો નિર્ણય કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેલવેમાં આ ભરતીની પ્રક્રિયા જલદીથી શરૂ કરવામાં આવશે. પીયૂષ ગોયલે કહ્યું હતું કે, હાલ ભારતીય રેલવેમાં 15.06 લાખ કર્મચારીઓના કામ કરવાની ક્ષમતા છે જેમાં 12.23 લાખ કર્મચારીઓ કાર્યરત છે જ્યારે બાકીના 2.82 લાખ પદો ખાલી છે જેની પર ભરતી કરવામાં આવશે.

પીયૂષ ગોયલે કહ્યું હતું કે, ગયા વર્ષે 1.51 લાખ નવી નોકરી માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જ્યારે1.31 લાખ પદ ખાલી રહ્યા હતા. આ સાથે આવનારા 2 વર્ષમાં આશરે 99,000 પદો ખાલી થશે. આવનારા 2 વર્ષમાં હાલ કામ કરી રહેલા રેલવે કર્મચારીઓ રિટાયર થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ધોની ક્રિકેટના લીજેન્ડ છે, તેનો અનુભવ ટીમને ઘણો સારો કામ લાગે છે : કોહલી

રેલપ્રધાન પીષૂષ ગોયલે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે ખાલી 2.3 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા આવનારા 2 સમયમાં પૂરી થઈ જશે. 1.31 લાખ પજો માટે નવી ભરતી ફેબ્રુઆરી-માર્ચ અને ત્યારબાદ 2109માં સરકારની અનામત નીતિ અનુસાર શરૂ કરવામાં આવશે જેમા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે.

piyush goyal gujarati mid-day