GSTમાં પેટ્રોલ-ડિઝલ લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને આપ્યા સંકેત

24 June, 2019 10:51 PM IST  |  New Delhi

GSTમાં પેટ્રોલ-ડિઝલ લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને આપ્યા સંકેત

ભારતના નાણા પ્રધાન નિર્મલા સિતારામન

Delhi : ભારતના નાણા પ્રધાન બન્યા બાદ નિર્મલા સીતારામન પર બજેટ રજૂ કરવાની મહત્વની જવાબદારી છે. ત્યારે તેમણે એક મહત્વનું નિવેદન આપતા એક સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GST ના કાયદા હેઠળ લાવવામાં આવશે. સોમવારે નિર્મલા સીતારામને સંસદમાં કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST દાયરામાં લાવવાની ભલામણ નથી પરંતુ તેને એક ટેક્સ વ્યવસ્થાના અંતગર્ત લાવવા વિશે વિચારવામાં આવી શકે છે.

રીટર્ન દાખળ કરવા ઓગસ્ટ સુધીનો સમય લંબાવાયો
21 જૂનને GST કાઉન્સિલની પ્રથમ બેઠકમાં વ્યાપારિક તથા બિઝનેસમેનોને મોટી રાહત પુરી પાડવા માટે રિટર્ન દાખલ કરવાની તારીખ 2 મહિના વધારીને ઓગસ્ટ 2019 કરી દેવામાં આવી છે. નવી કંપનીઓની નોંધણી પ્રક્રિયાને સરળ બનાવતાં જીએસટી કાઉન્સિલે GST રજીસ્ટ્રેશન માટે 12 આંકડાના આધાર નંબરનો ઉપયોગ કરવાની પરવાનગી પુરી પાડવાનો નિર્ણય લીધો. ટેક્સ ચોરી રોકવાના હેતુથી પરિષદે મલ્ટીપ્લેક્સ માટે ઇ-ટિકીટ ઇશ્યૂ કરવો અનિવાર્ય કરી દીધો છે.

કાર્યકાળ 2 વર્ષ સુધી વધાર્યો
કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પરિષદે કંપનીઓ દ્વારા ઓછા GST દરનો ફાયદો ગ્રાહકો સુધી ટ્રાંસફર કરવાનો નિર્ણય કરવા માટે એન્ટી-પ્રોફિટ ઓથોરિટીનો કાર્યકાળ 2 વર્ષ સુધી વધારી દીધો હતો. બેઠક બાદ પ્રેસ કોન્ફ્રંસમાં અજય ભૂષણ પાંડેએ આ નિર્ણયને ગ્રાહકના હિતમાં હોવાનું જણાવ્યું હતું.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

ઇલેક્ટ્રિક વાહન પર અત્યારે કોઇ નિર્ણય નહી
પરિષદે જોકે ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના નિર્ણયને ટાળી દીધો અને મુદ્દે આગળ વિશ્લેષણ માટે અધિકારીઓની સમિતિ પાસે મોકલી દીધો. ઇલેક્ટ્રિક ચાર્જ પર પણ ચાર્જ ઓછો કરવાના મુદ્દે અંતિમ નિર્ણય લેતાં પહેલાં સમિતિ વિચાર કરશે.

national news nirmala sitharaman finance ministry