એક ઝાડના છાંયડામાં બેઠું આખું ગામ, એક પેડ કી કિંમત તુમ ક્યા જાનો....

11 May, 2019 06:05 PM IST  | 

એક ઝાડના છાંયડામાં બેઠું આખું ગામ, એક પેડ કી કિંમત તુમ ક્યા જાનો....

એક પેડ કી કિંમત

વૃક્ષ આપણાં બધાં માટે કેટલા જરૂરી છે એ જાણ્યા પછી પણ આપણે આંખ આડા કાન કરતાં થાય છીએ. કેટલાક પ્રકૃતિપ્રેમી લોકો છે જે પર્યાવરણને બચાવવાની લડાઇ લડી રહ્યા છે પણ વાત જ્યારે વૃક્ષો પાસેથી છાંયડો લેવાની આવે છે કે તેમનો અન્ય રીતે ઉપયોગ કરવાની આવે છે ત્યારે બધાને મેળવી લેવું હોય છે. ત્યારે કોઇ પાછળ હટતું નથી. કંઇક એવું જ દ્રશ્ય તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું જોવા મળે છે.

આ તસવીરમાં લગભગ એક આખા ગામડાની લોકસંખ્યા આ એક ઝાડના છાંયડાં નીચે બેઠેલી જોવા મળે છે. તસવીરમાં જનસભને સંબોધન થઇ રહ્યું છે. આટલી મોટી સંખ્યાના લોકો એક જ ઝાડના છાંયડાં નીચે બેઠેલા જોઇને યૂઝર્સે ઘણી કોમેન્ટ્સ કરી છે. સાથે જ આ તસવીર ખૂબ જ શેર કરવામાં પણ આવી રહી છે. તસવીર ક્યાંની છે કોણે લીધી છે તેની કોઇ જ માહિતી મળતી નથી. પણ આ સમયને કોઇકે કેમેરામાં કેદ કરી અને વાયરલ કરી દીધો છે.

બધાં જ લોકો દેખાય છે ઝાડના છાંયડાંમાં બેઠેલાં

તસવીરમાં દેખાતું વૃક્ષ ખૂબ જ વિશાળ છે. સામાન્ય રીતે વિશાળ દેખાતા વૃક્ષો આટલા મોટા અને વિશાળ હોતા નથી. પણ વિશેષજ્ઞો પ્રમાણે કોઇક કારણસર ઝાડ ખૂબ જ વિસ્તૃત બને છે. આ વિશાળ ઝાડ નીચે સેંકડો લોકો બેઠેલા જોવા મળે છે અને આ બધાં પર તેનો છાંયડો પડતો પણ દેખાય છે. એટલું જ નહીં આસપાસ કોઇ બીજું ઝાડ પણ દેખાતું નથી. એવામાં આપણને સમજાય છે કે એખ વૃક્ષ કેટલું મહત્વપૂર્ણ હોય છે.

આ પણ વાંચો : ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી બન્યા મિકેનિક

યૂઝર્સે કહ્યું - એક પેડ કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબૂ

વાયરલ થતી તસવીર પર સોશિયલ મીડિયા યૂઝર્સે ખૂબ કોમેન્ટ્સ કરી છે. એક યૂઝરે તો લોકપ્રય ફિલ્મનો લોકપ્રિય ડાયલોગ એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબૂની જેમ એક પેડ કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબૂ એમ પણ લખી નાંખ્યું. તો બીજા યૂઝરે એમ પણ કહ્ચું કે વૃક્ષો નહીં વાવો તો એ સમય દૂર નથી જ્યારે બધે આવું જ જોવા મળશે. તો અન્ય યૂઝરે લખ્યું કે દેશમાં દરવર્ષે 15 લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે, પણ છતાં લોકોને વૃક્ષોનું મહત્વ સમજાતું નથી. તો વધુ એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યું કે ઝાડ આપણને શીખવાડે છે કંઇપણ લીધા વિના માત્ર આપવું.

national news