અમૂલ-મધર ડેરીની વધતી કિમતો વચ્ચે પતંજલિએ રજૂ કર્યું છે સસ્તુ ટૉન્ડ દૂધ

27 May, 2019 07:01 PM IST  | 

અમૂલ-મધર ડેરીની વધતી કિમતો વચ્ચે પતંજલિએ રજૂ કર્યું છે સસ્તુ ટૉન્ડ દૂધ

પતંજલી લઈને આવ્યું સસ્તુ ટૉન્ડ મિલ્ક

લોકસભા ચુંટણી 2019 પુરી થયા બાદ એક પછી એક ચારેય બાજુ ભાવ વધારો જોવા મળ્યો છે. પછી તે પેટ્રોલ-ડિઝલ હોય કે દુધ હોય. ત્યારે એક તરફ અમૂલ અને મધર ડેરી જેવી ડેરી પ્રોડક્ટ કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો છે ત્યારે પતંજલીએ સસ્તા ડેરી પ્રોડક્ટ માર્કેટમાં લાવીને લોકો માટે નવો ઓપ્શન ઉભો કર્યો છે. પતંજલીએ અમૂલ અને મધર ડેરી કરતા સસ્તા ભાવમાં ટૉન્ડ્ દૂધ જાહેર કર્યું છે.

પતંજલિ 2018થી ડેરી પ્રોટક્ટસ માર્કેટમાં વેચી રહ્યું છે

આમ તો પતંજલીની પ્રોડક્ટ ભારતમાં વર્ષ 2006 થી વેચાય છે. પરંતુ વર્ષ 2012 બાદ તેને માર્કેટમાં લોકો તરફથી મોટો પ્રતિસાદ મળવા લાગ્યો હતો. ત્યાર બાદ તે એક પછી એક નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરતું ગયું. પતંજલિ સપ્ટેમ્બર 2018થી ડેરી અને અન્ય ફ્રેશ પ્રોડક્ટ્સ વેચી રહ્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ખાસ ટૉન્ડ્ દૂધ લોન્ચ કરવામાં આવ્યું હતું. દિલ્હી-એનસીઆરમાં ગાયના દૂધ પછી સૌથી વધારે માગ ટૉન્ડ દૂધની હોય છે, જેને જોઈને પતંજલિના ટૉન્ડ દૂધ ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.

કેટલી રહેશે દૂધની કિમતો

પતંજલિના ટૉન્ડ્ દૂધની કિમતોની વાત કરીએ તો એક લિટર દૂધની કિમત 40 રુપિયા રાખવામાં આવી છે. પતંજલિ સિવાય અન્ય બ્રાન્ડની દૂધની કિમતો 4 રુપિયાથી શરૂઆત થાય છે. એક તરફ અમુલ અને મધર ડેરી જેવી બ્રાન્ડો દૂધના ભાવોમાં વધારો કરી રહ્યા છે ત્યારે પતંજલિ સસ્તા ભાવે દૂધ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: ભાવનગરમાં આવેલી છે એક એવી હોસ્પિટલ, જ્યાં સારવાર થાય છે સાવ મફત

કંપની અનુસાર, પતંજલિના Cow table Butterની ખાસિયતો

- પતંજલિનું બટર શુદ્ધ ગાયના દૂધથી બનીને તૈયાર થાય છે.
- આ બટરમાં કોઈ પણ કલરનો ઉપયોગ થતો નથી જેના કારણે બટરમાં થોડી પિળાશ હોય છે જે શુદ્ઘ બટરની નિશાની છે.
- પતંજલિના બટરમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવતો નથી.

national news gujarati mid-day