17 જુનથી 26 જુલાઇ ચાલશે સંસદનું બજેટ સત્ર, 5 જુલાઇના રોજ સામાન્ય બજેટ

31 May, 2019 09:04 PM IST  |  નવી દિલ્હી

17 જુનથી 26 જુલાઇ ચાલશે સંસદનું બજેટ સત્ર, 5 જુલાઇના રોજ સામાન્ય બજેટ

મોદી સરકારની કેબિનેટ બેઠક (PC : PTI)

નરેન્દ્ર મોદી દેશના બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નવી સરકારની રચના થઇ ગઇ છે અને નવી સરકારની રચના બાદશુક્રવારે પહેલી કેબીનેટ બેઠક પણ યોજાઇ ગઇ. જેમાં નવી સરકારે પહેલા 100 દિવસના એજન્ડાની ચર્ચામાં કિસાન સમ્માન નિધિ યોજનાના નિર્ણય બાદ સંસદના બજેટ સત્રની તારીખો નક્કી કરી છે. જેમાં સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે. આમ આ બજેટ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર પોતાનું સામાન્ય બજેટ 5 જુલાઇના રોજ રજુ કરશે. જોકે આ સામાન્ય બજેટમાં કોઇ મોટા ફેરફાર નહી થાય. 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજવામાં આવશે. તે અગાઉ સદનના સૌધી સીનિયર સાંસદ બાકીના સાંસદોને શપથ લેવડાવશે.



જોકે મહત્વની વાત માનીએ તો સૂત્રોના જણાવ્યાં પ્રમાણે લોકસભામાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા મેનકા ગાંધીની હોઈ શકે છે. તેમને આ વખતે મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી નથી. ગત સરકારમાં તેઓ મહિલા અને બાળવિકાસ મંત્રી હતાં. આ વખતે આ કાર્યભાર અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનારા સ્મૃતિ ઈરાનીને મળ્યો છે.




કિસાન સમ્માન નિધિ યોજનામાં 14.5 કરોડ ખેડુતોને લાભ થશે

આ અંગે તોમરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 3 કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પૈસા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન એવી માંગ પણ ઉઠી કે તમામ ખેડૂતોને આ યોજનનો લાભ મળે. 12.5 કરોડ ખેડૂત આ યોજના અંતર્ગત આવતા હતા. 2 કરોડ ખેડૂત જ આ યોજનાથી વંચિત રહેતા હતા. હવે 14.5 કરોડ ખેડૂત લાભ લઈ શકશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. 2 હેકટર જમીનની સીમા લાગૂ થશે નહિ. ભાજપે તેના ચૂંટણી ઢઢેરામાં આ વાયદો કર્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે હવે આ સ્કીમથી 14.5 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે.

 


મોદીએ શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારી

દેશના બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલો નિર્ણય શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારવાનો લીધો હતો. રાષ્ટ્રીય રક્ષા ફન્ડ અંતર્ગત છાત્રપ્રવૃતિ યોજનાનો ફાયદો હવે આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થનારા પોલિસ કર્મચારીઓના બાળકોને પણ મળશે. એક વર્ષમાં રાજય પોલીસ કર્મીચારીઓના 500 બાળકોનો સ્કોલરશીપનો કોટા રહેશે. સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે વિદ્યાર્થીઓને 2000ની જગ્યા એ 2500 રૂપિયા પ્રતિ મહિને અને વિદ્યાર્થીનીઓને 2250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.

narendra modi national news bharatiya janata party