જાસૂસી મામલો: ભારતની કાર્યવાહીથી મુંઝાયું પાક. દૂતાવાસના અધિકારીને સમન

01 June, 2020 10:43 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જાસૂસી મામલો: ભારતની કાર્યવાહીથી મુંઝાયું પાક. દૂતાવાસના અધિકારીને સમન

પ્રતીકાત્મક તસવીર

જાસૂસીને આરોપમાં ભારતમાં બે પાકિસ્તાની ઉચ્ચાયોગના અધિકારીઓને પકડી પાડવામાં આવી છે, જેમને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પાકિસ્તાન ખલબલી ઉઠ્યું છે અને આરોપને અયોગ્ય ઠેરવ્યા છે.

નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગના બે અધિકારીઓને રવિવારે જાસૂસીના આરોપમાં પકડી પાડવામાં આવ્યા છે, જેમને સોમવાર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ આદેશ બાદ પાકિસ્તાન બોખલાયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં હવે ભારતીય દૂતાવારના અધિકારીને સમન મોકલ્યા છે. પાકિસ્તાન તરફથી ભારતની આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ભારત દ્વારા મૂકવામાં આવેલા આરોપ અયોગ્ય ઠેરવ્યા છે અને કહ્યું કે તે આની નિંદા કરે છે. આ સિવાય પાકિસ્તાનનો આરોપ છે કે ભારત તરફથી વિયના સંધિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં ખલેલ પાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના બે ઑફિસર્સને જાસૂસીના આરોપમાં પકડી પાડવામાં આવ્યા છે. ભારતે બન્નેને પર્સોના-નૉન ગ્રેટા જાહેર કર્યા છે, જેના અંતર્ગત બન્નેને સોમવાર સુધીમાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.

ભારત તરફથી આ મામલે પાકિસ્તાનના ઉપ રાજદૂતને એક આપત્તિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એ નક્કી કરવા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના રાજનાયક મિશનનો કોઇપણ સભ્ય ભારત વિરોધી ગતિવિધિઓમાં જોડાયેલું ન હોય અને પોતાની સ્થિતિથી અસંગત વ્યવહાર ન કરે.

pakistan india international news national news