પાકિસ્તાને કરી 34 માછીમારોની ધરપકડ, છ હોડીઓ જપ્ત

08 May, 2019 11:20 AM IST  |  કરાચી

પાકિસ્તાને કરી 34 માછીમારોની ધરપકડ, છ હોડીઓ જપ્ત

પાકિસ્તાને કરી 34 માછીમારોની ધરપકડ(પ્રતિકાત્મ તસવીર)

પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ 34 ભારતીય માછીમારોની ધરપકજ કરી છે. એજન્સીના પ્રવક્તાના અનુસાર મંગળવારે માછીમારોની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન છ હોડીઓ પણ જપ્ત કરવામાં આવી. આ માછીમારોને સ્થાનિક પ્રવક્તાઓને સોંપી દેવામાં આવ્યા છે. આ માછીમારોને જલ્દી જ ન્યાયિક મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે જાન્યુઆરી બાદ પહેલી વાર સમુદ્રી સુરક્ષા એજન્સીએ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ રમઝાનમાં જ પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ, 3 પોલીસ જવાનો શહીદ

જાન્યુઆરીમાં પાંચ ગુજરાતી નાવિકોની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા હતા. માછીમારોને 3 ચરણમાં છોડવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પહેલા જાહેરાત કરી હતી કે એપ્રિલમાં 360 ભારતીય માછીમારોને સદ્ભાવનાના રૂપમાં ચાર અલગ-અલગ ચરણોમાં છોડવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની જળસીમા અવિભાજ્ય હોવાના કારણે ઘણીવાર માછીમારો ભૂલથી પાકિસ્તાનની જળ સીમામાં ચાલયા જાય છે. અને તેમની ધરપકડ થાય છે.

pakistan gujarat