ઇમરાન સરકારે અંતે માન્યું કે, પીઓકે છે ભારતનો જ હિસ્સો

22 May, 2020 04:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇમરાન સરકારે અંતે માન્યું કે, પીઓકે છે ભારતનો જ હિસ્સો

ફાઈલ તસવીર

પાકિસ્તાન સરકારે કોરોના વાઈરસની જાણકારી આપવા માટે એક વેબસાઈટ બનાવી છે. પાકિસ્તાનની આ સત્તાવાર વેબસાઈટ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને ભારતનો હિસ્સો દર્શાવ્યો છે. અત્યાર સુધી પીઓકે પર પાકિસ્તાન તેનો અધિકાર ગણાવતું રહ્યું છે અને ત્યાં સુપ્રીમ કોર્ટે પણ આ ક્ષેત્રમાં ચૂંટણી કરવા આદેશ આપ્યો હતો. આ અંગે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. હવે સરકારી વેબસાઈટ પર જ પીઓકેને ઈમરાન સરકારે ભારતનો હિસ્સો ગણાવ્યો છે.

ભારતે તાજેતરમાં પીઓકે તથા ગિલગિટ-બાલ્તિસ્તાનના હવામાન અંગે જાણકારી આપવાની શરૂઆત કરી હતી. જેના જવાબમાં પાકિસ્તાને પણ લદ્દાખ, પુલવામા, જમ્મુના હવામાન અંગેની આગાહી શરૂ કરી હતી. પહેલા જ દિવસે પાકિસ્તાન મજાકનો વિષય બની ગયું.

ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ-બાલ્તિસ્તાનમાં ચૂંટણી કરાવવાના આદેશનો વિરોધ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ગિલગિટ-બાલ્તિસ્તાન પણ ભારતનો અભિન્ન હિસ્સો છે.

india pakistan kashmir imran khan