પાકિસ્તાન પરથી ઉડશે PM મોદીનું વિમાન, ઈમરાન ખાને મોદી માટે ખોલ્યું આકાશ

11 June, 2019 09:12 AM IST  |  લાહોર

પાકિસ્તાન પરથી ઉડશે PM મોદીનું વિમાન, ઈમરાન ખાને મોદી માટે ખોલ્યું આકાશ

ઈમરાન ખાને મોદી માટે ખોલ્યું આકાશ

શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)ની બેઠકમાં કિર્ગિસ્તાન જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ભરવાની મંજૂરી આપવા માટે તૈયાર થઈ ગયું છે. આ બેઠકનું આયોજન 13-14 જૂનના થશે અને તેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ હાજર રહેશે.

બાલાકોટ સ્ટ્રાઈક બાદ એર સ્પેસ કરાઈ હતી બંધ

બાલાકોટમાં 26 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની આતંકી શિબિરો પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હતું. જે બાદ તેણે પોતાના 11 હવાઈ માર્ગો માંથી દક્ષિણી ક્ષેત્રના માત્ર 2 હવાઈ માર્ગો ખોલ્યા છે.

ભારતે પાકિસ્તાનને કર્યો હતો અનુરોધ

ભારતે પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જવા માટે પોતાના હવાઈ ક્ષેત્ર પરથી પસાર થવાની મંજૂરી આપી. એક અધિકારીએ પાકિસ્તાન સરકારના નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું કે, ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાજ ભારત સરકારને આ નિર્ણયની જાણ કરવામાં આવશે. જે બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પણ પોતાના વાયુકર્મીઓને સૂચના આપવાના નિર્દેશો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનુ ટ્વીટર થયું હેક, હેકરે પાક. વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટો લગાવ્યો

અધિકારીએ એ પણ પણ કહ્યું કે ભલે એસસીઓ બેઠકમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનની કોઈ બેઠક નથી થાની પરંતુ પાકિસ્તાનને આશા છે કે ભારત તેમના શાંતિ પ્રસ્તાવનો સકારાત્મક જવાબ આપશે.

imran khan narendra modi