પદ્મ વિભૂષણ પંડિત રાજન મિશ્રનું 70 વર્ષની વયે નિધન, કોરોનાથી હતા સંક્રમિત

26 April, 2021 12:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પીડાજનક એ છે કે તેમનું મૃત્યું વેન્ટિલેટર ન મળવાના કારણે થયું. તેમના મૃત્યુના સમાચારને પગલે તેમના ચાહકો અને અનેક જાણીતી વિભૂતિઓએ તેમને શ્રધ્ધાંજલી આપી હતી. વડાપ્રધાને પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

બનારસ ઘરાનાની સુપ્રિદ્ધ રાજન સાજન મિશ્રની જોડીમાંના રાજન મિશ્ર (Rajan Mishra) કોરોનાનો કોળિયો બન્યા.  જોડીમાં મોટા ભાઇ રાજન મિશ્રનું રવિવારે દિલ્હીમાં કોરોનાના કારણે નિધન થયું છે. રાજન મિશ્રએ દિલ્હીના ગંગારામ હોસ્પિટલનીમાં સાંજે છેલ્લા શ્વાસ લીધા. પીડાજનક એ છે કે તેમનું મૃત્યું વેન્ટિલેટર ન મળવાના કારણે થયું. તેમના મૃત્યુના સમાચારને પગલે તેમના ચાહકો અને અનેક જાણીતી વિભૂતિઓએ તેમને શ્રધ્ધાંજલી આપી હતી. વડાપ્રધાને પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પંડિત રાજનને કોરોનાના સંક્રમણ સાથે હાર્ટ એટેક પણ આવ્યો, જેના કારણે તમની સ્થિતિ ગંભીર થઇ હતી .રવિવારે સવારે દિલ્હીની સિટ્ફન્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમને વેન્ટિલેટરની જરુર હતી, લોકોએ ટ્વિટર પર તેમના માટે મદદ પણ માંગી. છેલ્લે તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ જ્યાં સુધીમાં તેમને વેન્ટિલેટરર મળ્યું ત્યાં ઘણુ મોડું થઇ ગયું હતું.

રાજન મિશ્ર ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક હતા. જેમને 207ના વર્ષમાં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણ સન્માન એનાયત કરાયું હતું. 1978ના વર્ષમાં તેમણે શ્રીલંકામાં પોતાનો પહેલો સંગીત કાર્યક્રમ આપ્યો હતો. ત્યારબાદ તેમણે જર્મની, ફ્રાંસ, સ્વિત્ઝર્લેંડ, ઓસ્ટ્રિયા, અમેરિકા, બ્રિટન, નેધરલેંડ, સિંગાપુર, કતર, બાંગ્લાદેશ સહિત દુનિયાભરના અનેક દેશોમાં કાર્યક્રમ કર્યા હતા. રાજન અને સાજન મિશ્રા બંને ભાઇઓએ આખા વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. 

indian classical music national news