સુપ્રીમ કોર્ટથી પી ચિદંબરમને મળ્યા જામીન, પરંતુ હજી રહેવું પડશે જેલમાં

22 October, 2019 11:24 AM IST  |  નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટથી પી ચિદંબરમને મળ્યા જામીન, પરંતુ હજી રહેવું પડશે જેલમાં

પી. ચિદંબરમ

સુપ્રીમ કોર્ટે સીબીઆઈએ દાખલ કરેલા આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમને જામીન આપ્યા છે, જો કે તેઓ જેલમાંથી નહીં છૂટે કારણ કે તેઓ મની લોન્ડરિંગના મામલામાં 24 ઑક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં છે. જણાવી દઈએ કે INX Media Caseમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ ફાઈલ કર્યા હતા.

જણાવી દઈએ કે INX Media Caseમાં ચિદંબરમની ઈડીએ 21 ઑગસ્ટે ધરપકડ કરી હતી. જે બાદ હાલમાં જ તેમની અને અન્ય લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમના દિકરા કાર્તિ અને અન્ય કેટલાક અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ પણ જુઓઃ Happy Birthday Amit Shah: જાણો દેશના ગૃહમંત્રીની રાજકીય સફરને..

હાઈકોર્ટ સીબીઆઈએ દાખલ કરેલા INX Media Caseમાં પૂર્વ નાણામંત્રીની જામીન અરજી ફગાવી દીધી હતી. વર્ષ 2007માં 305 કરોડ રૂપિયાના વિદેશી રોકાણને લઈને INX Media જૂથ પર ગરબડના આરોપો લાગ્યા હતા. જે બાદ સીબીઆઈએ 15 મે, 2017માં આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી.

p chidambaram national news