ચિદંબરમ પર ધરપકડની તલવાર કાયમ, સુપ્રીમ કોર્ટથી હાલ પુરતી રાહત નહીં

21 August, 2019 04:13 PM IST  |  નવી દિલ્હી

ચિદંબરમ પર ધરપકડની તલવાર કાયમ, સુપ્રીમ કોર્ટથી હાલ પુરતી રાહત નહીં

નથી ઓછી થઈ રહી ચિદંબરમની મુશ્કેલીઓ

સુપ્રીમ કોર્ટથી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમને આજે કોઈ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે ચિદંબરમની યાચિકાને ખામીયુક્ત બતાવતા કહ્યું કે તેને આજે લિસ્ટિંગ માટે નથી મોકલી શકાય એમ. ન્યાયાધીસ રમનાએ કહ્યું કે અરજીને આજે લિસ્ટિંગ માટે નથી મોકલી શકાય એમ, તેમણે કાલ સવાર સુધી રાહ જોવા મળશે. આગોતરા જામીન અરજી પર સુનાવણી માટે હવે તેમણે આવતીકાલ સુધી રાહ જોવા પડશે. અહી, ઈડીએ ચિદંબરમની સામે ફ્રેશ લૂકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે. એવામાં ચિદંબરમ પર ધરપકડની તલવાર લટકેલી છે. એવામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ખુલીને ચિદંબરમના સમર્થનમાં આવ્યા છે. પ્રિયંકાનું કહેવું છે કે સરકાર ચિદંબરમનું ચરિત્ર હનન કરી રહી છે.

કાલ સુધી જોવી પડશે રાહ
ચિદંબરમનો પક્ષ રાખતા વરિષ્ઠ વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પૂર્વ નાણામંત્રીની ધરપકડ પર રોક લગાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ચિદંબરમ ક્યાંય ભાગી નથી રહ્યા. કપિલ સિબ્બલને જો કે સુપ્રીમ કોર્ટે એમ કહીને નિરાશ કર્યા કે અરજીકર્તાની અરજી દોષપૂર્ણ છે અને તે ત્રુટીરહિત થાય પછી જ તેને લિસ્ટિંગ માટે મોકલી શકાય છે. જસ્ટિસ રમનાએ કહ્યું કે આનાથી વધુ અમે કાંઈ નથી કરી શકતા. અરજીકર્તાએ આવતીકાલ સવાર સુધી રાહ જોવી જ પડશે.

સીબીઆઈ-ઈડીએ દાખલ કરી કેવિએટ
સીબીઆઈ અને ઈડીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના ધરપકડથી રાહત માંગતી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. જેનો મતલબ એ થયો કે સીબીઆઈ અને ઈડીનો પક્ષ સાંભળ્યા સિવાય કોર્ટ કોઈ નિર્ણય નહીં લે.

આ પણ જુઓઃ દાહોદની આ જગ્યાઓ કરાવશે તમને પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ

લૂકઆઉટ નોટિસ પર સવાલ
ઈડીએ ચિદંબરમ સામે ફ્રેશ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. જેના પર કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે મારા અસીલ ક્યાય ભાગી નથી રહ્યા કે નથી છુપાયેલા. તો પણ તેમની સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી. જણાવી દઈએ કે ઈડીની ટીમ મંગળવારે ચિદંબરમના ઘરે પહોંચી હતી. પરંતુ તેઓ ત્યાં નહોતી મળી. મંગળવારે સાંજે અને બુધવારે સવારે સીબીઆઈની ટીમ ત્યાં ગઈ હતી પરંતુ તેમને નિરાશ થઈને પાછું ફરવું પડ્યું હતું.

p chidambaram kapil sibal national news