11 August, 2025 11:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર હતા.
૭થી ૧૦ મે દરમ્યાન થયેલા ઑપરેશન સિંદૂરમાં ભારતીય સેના, ઍરફોર્સ અને નૌકાદળે પાકિસ્તાનને તમામ મોરચે પછાડી દીધું હતું.
૧૦ મેએ રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર હતા. ત્રણેય સેનાના વડાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં કરાચી પર નૌકાદળનો હુમલો અટકાવાયો હતો એની ચર્ચા નીકળી હતી. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હસતાં-હસતાં નૌકાદળના વડા ઍડ્મિરલ દિનેશકુમાર ત્રિપાઠીને કહ્યું હતું કે અમે તમારા મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો, પણ તમને ફરીથી તક મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કરાચી હુમલાના જવાબમાં પાકિસ્તાને ગુજરાત પર મિસાઇલો ચલાવ્યાં હોત તો પણ અમે તૈયાર હતા.