કાંદાના ભાવમાં ૭ દિવસમાં ૪૫ ટકાનો વધારો ૪ દેશોમાંથી આયાત કરાશે

07 November, 2019 12:50 PM IST  |  Mumbai

કાંદાના ભાવમાં ૭ દિવસમાં ૪૫ ટકાનો વધારો ૪ દેશોમાંથી આયાત કરાશે

ડુંગળીના ભાવમાં વધારો (PC : PTI)

(જી.એન.એસ.) કાંદાના ભાવ આકાશને અડવા લાગ્યા છે. હવે કાંદા ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. દિલ્હીમાં ૭ દિવસમાં ૪૫ ટકા ભાવ વધી ગયો છે. ૩૧ ઑક્ટોબરે ભાવ ૫૫ રૂપિયા હતો. સપ્લાઈ પર પ્રતિબંધ હોવાના કારણે દિલ્હીમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં ઉછાળો આવ્યો છે. હાલનો ભાવ એક વર્ષ પહેલાંની સરખામણીમાં બમણા કરતાં પણ વધારે થઈ ગયો છે. ગયા વર્ષે નવેમ્બરમાં ડુંગળીનો ભાવ ૩૦-૩૫ રૂપિયા પ્રતિ કિલો હતો. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું કે ‘ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને ડુંગળીના પાકમાં ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે, પરંતુ નવેમ્બર મહિનાના અંત સુધી તમામને મોટી રાહત આપવામાં આવશે.’


કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું કે ‘ડુંગળીના ભાવમાં થઈ રહેલા વધારાનું મુખ્ય કારણ માગ અને સપ્લાયમાં આવી રહેલું અંતર છે. ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે, પણ નવેમ્બર મહિનાના અંત સુધી તેમને રાહત મળી જશે.’

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

ગ્રાહકો મામલાના મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસોમાં ભાવ ઓછા થવાની સંભાવના છે, કારણ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં નવા પાકની આવક શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં બફર સ્ટૉકથી ડુંગળીની ઉપલબ્ધતા વધારાઈ રહી છે. મધર ડેરીના સફલ આઉટલેટ પર ૨૪.૯૦ રૂપિયાના ભાવે ડુંગળી વેચાઈ રહી છે.

national news