૨૪ કલાકમાં દોઢ લાખ નવા કેસ

11 April, 2021 12:19 PM IST  |  New Delhi | Agency

છ મહિના બાદ ઍક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખને પાર

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-19ના ૧,૪૫,૩૮૪ કેસ નોંધાવા સાથે દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૧,૩૨,૦૫,૯૨૬ પર પહોંચ્યો હોવાનું આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. સતત ૩૧મા દિવસે ઍક્ટિવ કેસમાં વૃદ્ધિ સાથે લગભગ સાડા છ મહિના પછી ઍક્ટિવ કેસનો આંકડો ૧૦ લાખને પાર કરી ૧૦,૪૬,૬૩૧ રહ્યો છે, જે કુલ કેસ-લોડના ૭.૯૩ ટકા છે. જ્યારે કે એક દિવસમાં નોંધાયેલા ૭૯૪ મૃત્યુ સાથે મરણાંક ૧,૬૮,૪૩૬ પર નોંધાયો છે, જે ગયા વર્ષની ૧૮ ઑક્ટોબર બાદ સૌથી ઉચ્ચતમ સપાટીએ નોંધાયો છે એમ સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. 
આ અગાઉ ૧૨ ફેબ્રુઆરીએ ઍક્ટિવ કેસનો આંકડો સૌથી નીચો ૧,૩૫,૯૨૬ પર નોંધાયો હતો, જે કુલ કેસ-લોડના ૧.૨૫ ટકા હતો.  રિકવરી રેટ ઘટીને  ૯૦.૮૦ ટકા નોંધાવા સાથે અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજા થયેલા પેશન્ટનો આંકડો ૧,૧૯,૯૦,૮૫૯ પર પહોંચ્યો છે, જ્યારે કે મરણાંક ૧.૨૮ ટકાએ નોંધાયો હતો. 

national news coronavirus covid19