પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો આજની કિંમત

29 June, 2020 12:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો આજની કિંમત

પ્રતીકાત્મક તસવીર

સતત 21 દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ ગઈ કાલે, એટલે કે રવિવારે કોઇપણ ભાવવધારો થયો નહોતો. પણ આજે ફરી આ બન્ને ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચ્ચાં તેલની કિંમતોમાં વધારાના કોઇ સંકેત નથી.

ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો ચાલું છે. જો કે, આ મહિને સતત 21 દિવસો સુધી પેટ્રોલ ઇંધણની કિંમતોમાં સતત વધારા બાદ કાલે, એટલે કે રવિવારે આની કિંમતમાં કોઇ વધારો થયો નહોતો. પણ આજે ફરી બન્ને ઇંધણના ભાવમાં વધારો થયો છે. આજે જ્યાં ડીઝલ 13 પૈસા મોંઘુ થયું છે ત્યાં પેટ્રોલની કિંમતમાં 5 પૈસાનો વધારો થયો છે.

સતત 21 દિવસ સુધી ભાવ વધ્યા બાદ એક દિવસની રાહત મળી

સરકારી તેલ કંપનીઓએ આ મહિને સતત 21 દિવસો સુધી ઇંધણની કિંમતોમાં વધારો કર્યા બાદ રવિવારે વધારો થયો નહોતો. પણ આજે સોમવારે ફરી વધારો થઈ ગયો છે. મુંબઇમાં પેટ્રોલ સૌથી મોંઘુ 87.19 રૂપિયા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત કાલે 80.38 પૈસાથી 5 પૈસા વધીને 80.43 રૂપિયે પહોંચી. ડીઝલ પણ 13 પૈસાના જમ્પ સાથે 80.53 રૂપિયા પર પહોંચ્યું છે. અહીં કાલે ડીઝલના ભાવ 80.40 પૈસા હતા. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી દેશનું પહેલું રાજ્ય છે જ્યાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું છે.

જાણો તમારા શહેરમાં કેટલી છે પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ મહિને ડીઝલ 11.23 રૂપિયા મોંઘુ તો પેટ્રોલ 9.17 રૂપિયા આંતરરાષ્ટ્રીય બજારમાં આમ તો આ મહિને મોટા ભાગે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવાયો, પણ ઘરગથ્થૂ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઇન્ડિયન બાસ્કેટમાં કાચ્ચાં તેલની કિંમત 42 ડૉલર પ્રતિ બેરલની આસપાસ છે. પણ પેટ્રોલ-ડીઝલની કિંમત આ મહિને વધતી રહે છે. જેને કારણે છેલ્લા 23 દિવસમાં ડીઝલમાં ભાવમાં 11.23 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આટલા દિવસમાં પેટ્રોલનો ભાવ પણ 9.17 રૂપિયા પ્રતિ લીટર વધ્યો છે.

તમારા શહેરમાં આજના ભાવ જાણવા હોય તો જાણો આમ...

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને રોજ સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. (How to check diesel petrol price daily). ઇન્ડિયન ઑઇલના કસ્ટમર RSP લખીને 9224992249 આ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંહર પર મેસેજ મોકલીને માહિતી મેળવી શકે છે. તો એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મેસેજ મોકલીને કિંમત જાણી શકે છે.

national news india oil prices