રાહુલ ગાંધી સામેનો 5,000 કરોડનો માનહાની કેસ અનિલ અંબાણીએ પાછો ખેંચ્યો

22 May, 2019 12:09 PM IST  | 

રાહુલ ગાંધી સામેનો 5,000 કરોડનો માનહાની કેસ અનિલ અંબાણીએ પાછો ખેંચ્યો

માનહાની કેસ અનિલ અંબાણીએ પાછો ખેંચ્યો

રાફેલ ડીલ પર આપવામાં આવેલ નિવેદન બદલ કોંગ્રેસ અધ્યક્ષ સામે અનિલ અંબાણીએ 5,000 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અનિલ અંબાણીએ માનહાનિનો આ કેસ પાછો ખેચવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સના એડવોકેટ રાજેશ પરીખે કહ્યું હતું કે, સિટી સિવિલ અને સેશન જજ પીજે તમાકુવાલાએ આ મામલે સુનાવણી કરી હતી. બચાવ પક્ષને અમે આ વિશે માહિતી આપી દીધી છે કે અમે આ મામલો પાછો ખેચી રહ્યા છે.'

રાહુલ ગાંધી સહીત કેટલાક પત્રકારો સામે કેસ દાખલ કર્યો હતો

પી.એસ. ચાંપાનેરીએ કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપના વકીલે આ કેસ પાછો ખેંચવાની વાત કરી હતી. ઉનાળાના વેકેશન પછી આ મામલે ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. અનિલ અંબાણીએ રિલાયન્સ ગ્રુપની સહયોગી કંપની રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઈન્ફ્રા સ્ટ્રક્ચર અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર તરફથી કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રવક્તા રણદીપ સુરજેવાલા, કૉન્ગ્રેસ નેતા ઓમાન ચાંડી, અશોક ચૌહાણ, અભિષેક મનુ સિંઘવી, સંજય નિરુપમ, શક્તિ સિંહ ગોહિલ સહિત કેટલાક પત્રકાર અને વિશ્વ દિપક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રિલાયન્સ ગ્રુપ દ્વારા તમામ નેતાઓ પર 5,000 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: જાણો, Infosys અને TCS ના CEO નો કેટલો પગાર છે

પ્રદર્શિત થયેલા આર્ટિકલના કારણે કંપનીની બદનામી થઇ -અનિલ અંબાણી

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પર કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાફેલ ડીલ થવાના 10 દિવસ પહેલા રિલાયન્સ ડીફેન્સ બનાવવામાં આવી હતી. કંપનીને ફાઈટર જેટ બનાવવાનો કોઈ અનુભવ નથી. તેમ છતા રાફેલ ડીલનો કોન્ટ્રાકંટ રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવ્યો હતો.' અનિલ અંબાણીએ તેમના અપમાન આ બાબતે અપમાન કર્યા હોવાનો દાવો કર્યો હતો. રિલાયન્સનું માનવું છે કે, નેશનલ હેરાલ્ડમાં પ્રદર્શિત થયેલા આર્ટિકલના કારણે કંપનીને બદનામી ભોગવવી પડી હતી અને તેમના પ્રતિ નકારાત્મક છબી ઉભી થઈ હતી. જો કે હાલ આ મામલે કૉન્ગ્રેસને રાહત મળી છે કારણ કે, અનિલ અંબાણીએ આ કેસ પાછો ખેચવાનો નિર્ણય કર્યો છે.

anil ambani reliance national news