જાણો, Infosys અને TCS ના CEO નો કેટલો પગાર છે

Published: May 21, 2019, 14:40 IST

Infosys અને TCS ભારત જ નહી પરંતુ વિશ્વની દિગ્ગજ આઇટી કંપનીઓમાની એક છે. ત્યારે આ જાયન્ટ આઈટી કંપનીના CEO નો પગાર કેટલો હશે તે જાણવાની તમામને ઉત્સુક્તા રહેતી હોય છે. આજે અમે તમને જણાવીશું કે આ બંને જાયન્ટ કંપનીના CEO નો પગાર કેટલો હશે.

Infosys અને TCS ભારત જ નહી પરંતુ વિશ્વની દિગ્ગજ આઇટી કંપનીઓમાની એક છે. ત્યારે આ જાયન્ટ આઈટી કંપનીના CEO નો પગાર કેટલો હશે તે જાણવાની તમામને ઉત્સુક્તા રહેતી હોય છે. આજે અમે તમને જણાવીશું કે આ બંને જાયન્ટ કંપનીના CEO નો પગાર કેટલો હશે. આઇટી કંપની Infosys ના MD અને CEO સલીલ પારેખ જાન્યુઆરી 2018 થી કંપનીનો ભાર સંભાળ્યો છે. Infosysએ હાલમાં જ સલિલ પારેખ વર્ષ 2018-19ની સેલેરી જાહેર કરી હતી.

આટલી છે સલિલ પારેખની સેલેરી

કંપનીના વાર્ષિક રિપોર્ટ અનુસાર વર્ષ 2018-10માં સલિલ પારેખની વાર્ષિક સેલેરી 24.67 કરોડ રુપિયા નક્કી કરવામાં આવી હતી. સલિલ પારેખને નિશ્ચિત પગારના સ્વરુપે 6.07 કરોડ રુપિયા મળ્યા હતા. જ્યારે 10.96 કરોડ બોનસ, પ્રોત્સાહન અને વેરિયેબલના ભાગ રુપે મળ્યું હતું. આ સિવાય અન્ય સુવિધાના 7.64 કરોડ રુપિયા મળ્યા હતા.

TCS ના CEO રાજેશ ગોપીનાથનો પગાર શું છે

ટાટા કંસલટન્ટ સર્વિસીસ (TCS) કંપની ભારતની જ નહી પરંતુ વિશ્વની જાયન્ટ આઇટી ઇન્ડસ્ટ્રી માનવામાં આવી છે. ત્યારે આ ટીસીએસ કંપનીના સીઈઓ રાજેશ ગોપીનાથનો પગાર સાંભળીને તમે ચોકી ઉઠશો. તેમનો ગત વર્ષનો પગાર 16 કરોડ રુપિયા હતો. કંપનીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ગોપીનાથનના પગારમાં ફાયનાન્સિયલ યર 2018-19માં પાછલા વર્ષ કરતા 28 ટકાનો વધારો કરાયો હતો. રાજેશ ગોપીનાથે ફેબ્રુઆરી 2017 માં TCS માં સીઈઓનો પદભાર સંભાળ્યો હતો. જોકે તે આ પહેલા આજ કંપનીમાં વર્ષ 2013થી Chief Financial Officer પર કામ કરી રહ્યા હતા.

 

શું છે SEBIના નિયમ? 

ઈન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાયને પણ વર્ષ 2018-19માં 9.05 કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું જે પાછલા વર્ષે 8.22 કરોડ રુપિયા હતું. ઉલ્લેખનીય છે કે, સેબીના નિયમ અનુસાર કંપનીના સ્ટોક હોલ્ડરને આ વિશે માહિતી હોવી જોઈએ. જેના કારણે કંપનીઓ દ્વારા દર વર્ષે તેમના વાર્ષિક રિપોર્ટમાં આ વિશે માહિતી આપવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK