વડાપ્રધાનના જન્મદિવસે કર્યું તેમના ભક્તે આ જોરદાર કામ, જુઓ વીડિયો

17 September, 2020 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાનના જન્મદિવસે કર્યું તેમના ભક્તે આ જોરદાર કામ, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો આજે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. આજે તેઓ 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાનના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે.

આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વડાપ્રધાનને વિશ કર્યું છે. જર્મની (Germany) ફિનલેન્ડ, (Nepal) નેપાળ, (Russia) રશિયા, સ્પેન, કેન્યા સહિત કેટલાય દેશોએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. આજે ટ્વીટર પર પહેલા નંબરે #HappyBirthdayPMModi ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યારે બીજા નંબરે #NationalUnemploymentDay ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ કહી રહ્યાં છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને બેરોજગાર કરી દીધા છે. સાથે જ ટ્વીટર પર જાતજાતના મિમ્સ મુક્યા છે. જોકે વડાપ્રધાન મોદીના ફૅન્સ પણ બહુ બધા છે એમાનો એક છે અનમોલ બાક્યા.

અનમોલ બાક્યા છેલ્લા 18 કલાકથી યુટ્યુબમાં લાઈવ ‘મોદીજાપ’ કરી રહ્યો છે. તેણે 24 કલાક સુધી સતત આ જપ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા 19 કલાકમાં તેણે 89 હજારથી પણ વધુ વખત ‘મોદીજી’નું નામ લીધું છે. અને રાતના 12 વાગ્યા સુધી તે આ જપ સતત કરતો રહેશે.

વીડિયોમાં તે હજી પણ લાઈવ છે જે તમે ઉપર જોઈ શકો છો. તેણે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી માનનીય વડાપ્રધાન માટે હું સકારાત્મક અને નકારાત્મક વાતો સાંભળી રહ્યો છું. તેમણે આપણા દેશ માટે જે કરી રહ્યા છે એના માટે મારા મનમાં તેમના માટે ખૂબ જ માન છે. હું તેમને હંમેશા સપોર્ટ કરતો રહીશ અને આ કહી નહી પણ નાનકડું એપ્રિશિયેશન છે.

જોકે બાજુમાં તમે કમેન્ટ્સ જોશો તો લોકોની પ્રતિક્રિયા મિશ્ર છે, અમૂક લોકો આના જાપની કદર કરી રહ્યું છે તો અમૂક લોકો મજાક ઉડાવી રહ્યા છે.

narendra modi viral videos national news youtube