Omicron Variant: વિદેશથી આવતા લોકોએ વેક્સિન લીધી હશે તો પણ RT-PCR ફરજિયાત કરાવવો પડશે, જાણો નવા નિયમ

29 November, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘જોખમ ધરાવતા દેશો’થી ભારત આવતા પેસેન્જર્સ પાસે પહોંચ્યાના 72 કલાક અગાઉ કરાવેલો કોરોના ટેસ્ટ નહીં હોય તો એરપોર્ટ પર પહોંચ્યા બાદ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે.

તસવીરો/એએફપી

કોરોનાના નવા વેરિયન્ટને પગલે દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે. ઓમિક્રોનના કેસ અનેક દેશમાંથી મળ્યા બાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સોમવારે કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે ગાઇડલાઇનમાં બદલાવ કર્યા છે. તે અનુસાર હવે વેક્સિનેશન છતાં જોખમી દેશોથી આવનારા ઇન્ટરનેશનલ પેસેન્જર્સને એરપોર્ટ પર પહોંચ્યા બાદ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.

‘જોખમ ધરાવતા દેશો’થી ભારત આવતા પેસેન્જર્સ પાસે પહોંચ્યાના 72 કલાક અગાઉ કરાવેલો કોરોના ટેસ્ટ નહીં હોય તો એરપોર્ટ પર પહોંચ્યા બાદ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટમાં પોઝિટિવ મળ્યા બાદ મુસાફરને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને પ્રોટોકોલ અનુસાર સારવાર કરવામાં આવશે. ઉપરાંત તેના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે પણ મોકલવામાં આવશે. જો પરીક્ષણ નકારાત્મક આવશે તો જ મુસાફર એરપોર્ટથી બહાર જઈ શકશે, પરંતુ સાત દિવસો સુધી તેણે ઘરથી અલગ રહેવું પડશે. ત્યારબાદ ભારત પહોંચ્યાના આઠ દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાશે અને ત્યારબાદ સાત દિવસો સુધી જાતે જ ધ્યાન રાખવું પડશે.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્ર સરકારે સોમવારે નવી ગાઇડલાઇન બહાર પાડી હતી. ડેન્જરસ કેટેગરીમાં આવતા દેશોમાંથી આવનારા પ્રવાસીઓ ભારત પહોંચે તો આરટી પીસીઆર ફરજિયાત કર્યો હતો. સાથે ત્યા સુધી એરપોર્ટમાંથી બહાર જવાની મંજૂરી મળશે નહીં.

મંત્રાલયે કહ્યું કે “અન્ય દેશોમાંથી આવનારા મુસાફરોમાંથી પાંચ ટકાની તપાસ કરવામાં આવશે અને સંબંધિત વિમાન કંપનીઓએ પ્રત્યેક ફ્લાઇટમાંથી એ પાંચ ટકાની ઓળખ કરવી પડશે, જેઓનો ટેસ્ટ કરવો જરૂરી છે.” જોકે, આ સેમ્પલની તપાસનો ખર્ચ મંત્રાલય આપશે. મંત્રાલયે કહ્યું કે “વર્તમાન સ્થિતિને જોતા આ ગાઇડલાઇનમાં સંશોધન કર્યું છે.”

national news india