05 May, 2025 06:59 AM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Correspondent
પહલગામ હુમલા બાદ નરેન્દ્ર મોદી અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા વચ્ચે પહેલીવાર બેઠક યોજાઈ
પાકિસ્તાન સાથેના તનાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ દિલ્હીમાં શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્ત્વની બેઠક કરી હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ બન્ને વચ્ચે આ પહેલી બેઠક મળી હતી. ૩૦ મિનિટ ચાલેલી આ બેઠકમાં પહલગામ હુમલા અને ત્યાર બાદ સર્જાયેલી સુરક્ષાસ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ હતી.
બેઠક પહેલાં નૅશનલ કૉન્ફરન્સે જણાવ્યું હતું કે ઓમર અબદુલ્લા વડા પ્રધાન સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારના કોઈ પણ નિર્ણયમાં જમ્મુ-કાશ્મીર તંત્ર તરફથી સંપૂર્ણ સહયોગનો ભરોસો આપશે, ખાસ કરીને પહલગામ હુમલાનો બદલો લેવા અને દેશની સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર.