વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળામાં રાજસ્થાની ઘૂમર નૃત્યે રચ્યો ઇતિહાસ

10 November, 2019 07:47 AM IST  |  Pushkar

વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળામાં રાજસ્થાની ઘૂમર નૃત્યે રચ્યો ઇતિહાસ

પુષ્કર મેળાનું એક દ્રશ્ય

વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળામાં આ વર્ષે રાજસ્થાની ઘૂમર ડાન્સે તરખાટ મચાવી દીધો. રાજસ્થાની પરિવેશમાં સજ્જ ૨૧૫૦ મહિલાઓએ એકસાથે ઘૂમર નૃત્ય કરીને વિક્રમ રચ્યો છે. કલેક્ટર વિશ્વમોહન શર્માના હસ્તે આ સામૂહિક લોકનૃત્યના આયોજનને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સનો ખિતાબ મળ્યો હતો. આ નૃત્યની તૈયારીઓ એક મહિનાથી ચાલી રહી હતી પરંતુ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. કોરિયોગ્રાફી સ્મિતા ભાર્ગવે કરી રહી અને એમાં ભાગ લેનારી મહિલાઓને ઘૂમર ડાન્સનો વિડિયો તૈયાર કરીને મોકલવામાં આવ્યો હતો જે જોઈને મહિલાઓ ઘૂમર શીખી હતી. આ પહેલાંનો રેકૉર્ડ જોધપુરમાં ૧૭૫૦ મહિલાઓએ સાથે ઘૂમર ડાન્સ કરીને બનાવ્યો હતો જે પુષ્કરમાં તૂટ્યો હતો.

આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

દેશી-વિદેશી મહિલાઓ વચ્ચે જામી મટકા-રેસ
પુષ્કર મેળામાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં શનિવારે સવારે સંગીત ખુરસી અને મટકા રેસ જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. નવાઈની વાત એ હતી કે એમાં દેશી-વિદેશી બધી મહિલાઓએ ભાગ લીધો હતો. જીન્સ અને ટી-શર્ટ પહેરેલી મહિલાઓ પણ કેડમાં માટલું ઊંચકીને રેસમાં દોડી હતી.

national news rajasthan