ઢૂંઢતે રહે જાઓગે: આ તસવીરમાં છૂપાયેલી છે એક બિલાડી, લોકો મૂંઝવણમાં

11 May, 2020 07:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઢૂંઢતે રહે જાઓગે: આ તસવીરમાં છૂપાયેલી છે એક બિલાડી, લોકો મૂંઝવણમાં

જંગલ

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે આજે બધા પોતાના ઘરમા કેદ છે. આ વાઈરસથી બચવા સરકારે લૉકડાઉનની અવધિ 17 મે સુધી વધારી દીધી છે. ત્યારે લોકો નવા-નવા નુસ્ખા અજમાવી રહ્યા છે. લોકો કૂકિંગથી લઈને ઘરના કામમાં ઘણા વ્યસ્ત છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ પણ આ નવી-નવી પ્રવૃતિ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

ત્યારે સોશિયલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઈ રહી છે, જે જોઈને લોકો કન્ફ્યૂઝ થઈ ગયા છે. હકીકતમાં આ તસવીરમાં એક બિલાડી છૂપાયેલી છે. જે ધ્યાનથી જોશો તો જ નજર આવે છે. આ ફોટોને ભારતીય વનવિભાગના અધિકારી રમેશ પાંડેએ ટ્વિટર પર શૅર કરી હતી.

વનવિભાગના અધિકારી રમેશ પાંડેએ પોતાના ફૉલોઅર્સને એક ક્વીઝ આપી છે અને તસવીરમાં ફિશિંગ કેટ શોધવા કહ્યું છે. એમણે જણાવ્યું કે આવી બિલાડીને બહુ ઓછા લોકોએ જોઈ છે અને બહુ ઓછી જોવા મળે છે. અધિકારીએ ફોટો શૅર કરતા લખ્યું કે, બિલાડીને ફ્રેમમાં શોધો. આવી બિલાડી વનમાં ઓછી જોવા મળે છે. માછલીઓનો શિકાર કરનારી આ બિલાડી પાણીના સ્ત્રોત પાસે રહેવાનું પસંદ કરે છે. એમણે જણાવ્યું કે આ તસવીરને હિમાલયના તટ વિસ્તાર પરથી ક્લિક કરવામાં આવી છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે અને લૉકડાઉનમાં ઘરમાં બેઠા ફ્રી લોકો આ ફ્રેમમાં બિલાડીને શોધવામાં વ્યસ્ત છે. જ્યારે લોકોએ ધ્યાનથી જોયું ત્યારે બિલાડી નજર આવી છે. આ ક્વીઝ પર લોકોનું હટકે રિએક્શન જોવા મળી રહ્યું છે. તો ચલો તમે પણ આ ફ્રેમમાંથી બિલાડી શોધી બતાવો.

new delhi national news