છ મહિનાથી ગુમ મહિલા તંબુમાં ઘાસ અને શેવાળ ખાઈને રહેતી હતી

10 May, 2021 10:32 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકાના યુટાહ પ્રાંતમાં કેન્યોનમાં રહેતી ૪૭ વર્ષની મહિલા છ મહિના પહેલાં ગુમ થઈ હોવાનું મનાતું હતું. તે એક તંબુમાં ઘાસ અને શેવાળ ખાઈને રહેતી જોવા મળી હતી.

તંબુ

અમેરિકાના યુટાહ પ્રાંતમાં કેન્યોનમાં રહેતી ૪૭ વર્ષની મહિલા છ મહિના પહેલાં ગુમ થઈ હોવાનું મનાતું હતું. તે એક તંબુમાં ઘાસ અને શેવાળ ખાઈને રહેતી જોવા મળી હતી. 

આ મહિલા સ્પૅનિશ ફોક કેન્યોનના ડાયમન્ડ ફોક વિસ્તારમાંથી ૨૫ નવેમ્બરથી ગુમ થઈ હોવાનું મનાતું હતું. તે પોતાની મરજીથી આ વિસ્તારમાં રહેતી હોવાથી અધિકારીઓનું માનવું હતું કે તેનું જીવન જોખમમાં નહીં હોય.

જોકે પોલીસે ડ્રોન વડે તપાસ કરતાં તે રાષ્ટ્રીય જંગલ નજીક કૅમ્પગ્રાઉન્ડ વિસ્તારમાં મળી હતી. મહિલાએ ઘણું વજન ગુમાવ્યું છે તેમ જ શારીરિક નબળાઈ પણ આવી છે. ઉટાહ કાઉન્ટીના શેરિફે કહ્યું હતું કે મહિલા તંબુની ​ઝિપ ખોલીને બહાર આવી નહોતી ત્યાં સુધી આ તંબુ ખાલી હોવાનું માનીને એના પર ધ્યાન નહોતું અપાયું.

નજીકમાં નદી વહેતી હોવાથી મહિલાને પાણીની સમસ્યા નહોતી. તેની પાસે થોડોઘણો ખોરાક પણ હતો. આ ઉપરાંત હાઇક માટે જનારા લોકો પાસેથી તે ખોરાક મેળવતી હતી. મહિલાને તત્કાળ માનસિક આરોગ્ય માટેની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. 

united states of america offbeat news hatke news international news