સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ, ઑડ-ઇવન પૂરતું નથી

16 November, 2019 10:00 AM IST  |  New Delhi

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ, ઑડ-ઇવન પૂરતું નથી

દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા

વન લગાવવાથી દિલ્હીના પ્રદૂષણમાં ઘટાડો થયો? સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લેતાં કહ્યું કે ઑડ-ઇવન સમસ્યાનો કોઈ હલ નથી. અગાઉ સરકારને સુપ્રીમ કોર્ટે હાઇડ્રોજન આધારિત ફ્યૂલ ટેકનૉલૉજી શોધવાનો આદેશ આપ્યો હતો જેથી જોખમી પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે સમાધાન સાધી શકાય. કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે જપાને આ ટેકનૉલૉજીના માધ્યમથી પ્રદૂષણમાં ઘટાડો કર્યો હતો.

પ્રદૂષણ દિલ્હીનો સૌથી મોટો તહેવાર છે બાળકનો નિબંધ સોશ્યલ મીડિયા પર વાઇરલ
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના કારણે લોકોનું જીવવાનું હરામ થઈ ગયું છે. સરકારને તેનો ઉપાય જડી રહ્યો નથી તેવામાં દિલ્હીના એક બાળકે પૉલ્યુશન પર લખેલો નિબંધ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ બાળકે નિબંધમાં લખ્યું છે કે, પ્રદૂષણ દિલ્હીનો સૌથી મોટો તહેવાર છે. જે હંમેશાં દિવાળી પછી શરૂ થાય છે. આ તહેવારમાં અમને દિવાળી કરતાં પણ વધારે રજાઓ મળે છે. દિવાળીમાં તો ચાર રજા મળે છે જ્યારે પ્રદૂષણમાં તો આઠ હોલિડે મળતાં હોય છે. આ તહેવારમાં લોકો અલગ અલગ પ્રકારના માસ્ક પહેરીને ફરતા નજરે પડે છે. ઘરોમાં મરી, મધ અને આદુંનો પ્રયોગ થાય છે, જે બાળકોને પ્રિય છે.

new delhi air pollution