ગામડાઓમાં નેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા પહેલી વખત શહેરો કરતાં વધારે

07 May, 2020 02:18 PM IST  |  New Delhi | Agencies

ગામડાઓમાં નેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા પહેલી વખત શહેરો કરતાં વધારે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ત્રીજી વખત લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જે ૧૭ મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. લોકો લૉકડાઉનના કારણે ઘરમાં છે તેમાંથી મોટાભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતનાં ગામડાઓએ શહેરોને ઇન્ટરનેટના વપરાશમાં પાછળ છોડ્યા છે.

ભારતનાં ગામડાઓમાં શહેરોની સરખામણી કરતાં ૧૦ ટકા વધારે ઇન્ટરનેટ યુઝર્સ થઈ ગયા છે. ઇન્ટરનેટ અને મોબાઈલ અસોસિએશન ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ભારતના ગ્રામીણ વિસ્તારમાં ૨૨.૭૦ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે, જ્યારે શહેરોમાં આ સંખ્યા ૨૦.૫૦ કરોડ છે.

માર્ચ ૨૦૧૯માં દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૪૫.૧ કરોડ હતી, જેમાં ૫.૩ કરોડ યુઝર્સનો વધારો થયો છે. જો ઇન્ટરનેટ યુઝર્સના હાલના ટ્રેન્ડ પર નજર કરીએ તો ગામડાઓની સરખામણીમાં શહેરો કરતાં ૧૦ ટકા વધારે ઇન્ટરનેટ યુઝર્સ છે. આ આંકડો નવેમ્બર ૨૦૧૯ સુધીનો છે.

માર્ચ ૨૦૧૯માં ભારતમાં ૪૫.૧ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા, જેમાં ૫.૩ કરોડ યુઝર્સનો વધારો થયો છે. આ સાથે ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૫૦ કરોડને પાર થઈ ગઈ છે. આ પ્રમાણે પાંચ વર્ષ કરતાં વધુ ઉંમરના એક્ટિવ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ભારતમાં ૫૦.૪૦ કરોડ થઈ ગઈ છે.

new delhi national news