POK પર હવામાન અહેવાલ: ભારતે પાકિસ્તાનને આપ્યા ત્રણ સંદેશ

09 May, 2020 03:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

POK પર હવામાન અહેવાલ: ભારતે પાકિસ્તાનને આપ્યા ત્રણ સંદેશ

નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA)ના અજીત ડોભાલે નિર્ણય લીધો છે કે, દૂરદર્શન સહિત ખાનગી ટીવી ચેનલો POK અને ગિટગિટ બાલિસ્તાનના હવામાનની પરિસ્થિતિનો અહેવાલ આપશે. જેના દ્વારા ભારત તરફથી પાકિસ્તાનને ત્રણ મજબુત સંદેશા મોકલવાની યોજના છે.

કેન્દ્ર સરકારે ટેલિવિઝ ચેનલોને કહ્યું છે કે, તેઓ હવામાનના રીપોર્ટમાં POK અને ઉત્તર વિભાગના અપડેટ પણ આપે. આ બાબત ઈરફાન ખાનની પાકિસ્તાન વિરુધ્ધ ભારતની વ્યૂહરચનામાં પરિવર્તનનો સંકેત આપે છે. અહેવાલો મુજબ, આ પ્રકારે અહેવાલ આપવાનો નિર્ણય નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA)ના અજીત ડોભાલે આપ્યો છે. અધિકારિઓના મતે આની શરૂઆત ત્રણ મહિના પહેલા જ થઈ ગઈ હતી. ત્રીજી ફેબ્રુઆરીએ વિદેશ અને ગૃહ મંત્રાલયોના સચિવોને આ સાથે જોડાયેલા પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા. તે સિવાય આ પ્રસ્તાવ ઈન્ટેલિજન્સ બ્યુરો એન્ડ રૉ (રીસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગ)ના પ્રમુખોને પણ મોકલવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે જ આ બાબતે મંજુરી મળી છે.

સરકારે દૂરદર્શનને તો કહ્યું જ છે કે POKના મીરપુર અને મુઝફ્ફરબાદ સહિત ઉત્તર વિભાગના ગિલગિટ બાલ્ટિસ્તાનના હવામનની ખબરો દેખાડે. કેટલીક ખાનગી ચેનલોને પણ આ જ આદેશ અપાયો છેક  તેઓ પોતાના હવામાન બુલેટિનમાં ફેરફાર કરે. આ દ્વારા ભારત પાકિસ્તાનને અનેક મહત્વના સંદેશ આપશે. જેમાંથી ત્રણ સૌથી વધુ મહત્વના છે.

- પાકિસ્તાનને POK પર ગેરકાયદે કબ્જો કર્યો છે

- પાકિસ્તાનના મિત્ર ચીનનો વિરોધ

- યુનાઈટેડ કિંગડમમાં રહેતા પાકિસ્તાની નેતાઓને સંદેશ

national news india pakistan