15 January, 2026 01:36 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
કેરલાની લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટ સરકારના રાજ્યનું નામ કેરલામાંથી બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવને BJPએ સમર્થન આપ્યું છે. એ માટે BJPના કેરલાના અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને પત્ર લખીને કહ્યું છે કે ‘‘કેરલમ’ એ ભાષાની સંસ્કૃતિ અને હજારો વર્ષની વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. નામ બદલવાથી જે લોકો ધર્મના આધાર પર રાજ્યને અલગ-અલગ જિલ્લાઓમાં વહેંચવાની માગણી કરી રહ્યા છે તેમના પ્રયાસો પર લગામ તણાશે. રાજ્ય વિધાનસભાએ સત્તાવાર રીતે રાજ્યનું નામ કેરલામાંથી કેરલમ કરવાનો ખરડો પાસ કર્યો છે.’