મણિશંકર અચ્યરે કરી કંગના વાળી, બોલ્યાઃ 2014થી ભારત દેશ અમેરિકાનો ગુલામ બન્યો છે

23 November, 2021 03:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અય્યરે કહ્યું કે ભારત-રશિયાના સંબંધો ઘણા વર્ષો જૂના છે. રશિયાએ હંમેશા ભારતને સમર્થન આપ્યું છે, પરંતુ જ્યારથી મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી આ સંબંધ નબળો પડી ગયો છે

ફાઇલ તસવીર

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે (Mani Shankar Aiyar) ફરી એકવાર નિવેદન આપીને રાજકારણ ગરમાવ્યું છે. મણિશંકર ઐયરનું લેટેસ્ટ નિવેદન દેશની આઝાદી અંગે છે. અય્યરે કહ્યું કે છેલ્લા સાત વર્ષથી અમે અમેરિકનોના ગુલામ બનીને રહીએ છીએ. એક સેમિનારમાં અય્યરે કહ્યું કે 2014થી અમે અમેરિકાના ગુલામ છીએ. આ પહેલા બોલિવૂડ (Bollywood Actress) એક્ટ્રેસ કંગના રનૌતે (Kangana Ranaut) આઝાદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. ટીવી ચેનલના એક શો દરમિયાન કંગનાએ કહ્યું હતું કે 1947માં અમને જે આઝાદી મળી હતી તે ભીખ માંગવામાં આવી હતી. ભારતને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં મળી હતી.

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે દિલ્હીમાં ભારત-રશિયા સંબંધો પર આયોજિત એક સેમિનારમાં કહ્યું કે છેલ્લા સાત વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે જૂથ નિરપેક્ષતાની કોઇ વાત નથી થઈ રહી, શાંતિની પણ કોઈ ચર્ચા નથી થઈ રહી. અમે અમેરિકનોના ગુલામ બનીને બેઠા છીએ અને તેમના ઇશારે ચીનને ટાળી રહ્યા છીએ. ચીનના સૌથી નજીકના મિત્ર તો તમે જ છો. વાસ્તવમાં મણિશંકર ઐયરે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત થઇ રહેલા સંબધો પર સવાલ ઉઠાવ્યા હતા.

અય્યરે કહ્યું કે ભારત-રશિયાના સંબંધો ઘણા વર્ષો જૂના છે. રશિયાએ હંમેશા ભારતને સમર્થન આપ્યું છે, પરંતુ જ્યારથી મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી આ સંબંધ નબળો પડી ગયો છે. મણિશંકર ઐયરે કહ્યું કે 2014 સુધી રશિયા સાથે અમારા સંબંધો અને વેપાર સારા હતા, પરંતુ છેલ્લા સાત વર્ષમાં આ મામલે પણ ઘટાડો થયો છે.

 ભૂતકાળમાં કંગના રનૌતે કહ્યું હતું કે 1947માં ભારતની આઝાદી ભીખમાં મળી હતી. દેશને વાસ્તવિક આઝાદી 2014માં મળી હતી. કંગનાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું હતું. આ માટે કંગનાની ઘણી ટીકા પણ થઈ હતી. લોકોએ તેને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન ગણાવ્યું અને માફી માંગવાની અપીલ કરી. જોકે, કંગન રનૌતે પોતાના આ નિવેદન માટે માફી માંગી નથી.

nationalist congress party narendra modi united states of america china kangana ranaut