હવે કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરનાર યુવક સ્થાનિક નિવાસી બની શકશે

22 July, 2021 11:34 AM IST  |  Jammu and Kashmir | Agency

જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી આ નોટિફિકેશન ૨૦ જુલાઈ ૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રની મોદી સરકારે ૫ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ આ કલમને હટાવી હતી.

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીર પ્રશાસને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુમાં સ્થાનિક નિવાસી બનવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નિયમ મુજબ હવે અન્ય રાજ્યોમાં રહેનારા લોકો, જે કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરે છે તે પણ હવે રાજ્યના સ્થાનિક નિવાસી બની શકે છે. સરકાર તેમના માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપશે.જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી કલમ ૩૭૦ અને કલમ ૩૫-એ લાગુ હતી ત્યાં સુધી આવી સ્થિતિમાં ફક્ત મહિલા જ કાશ્મીરની સ્થાનિક નિવાસી રહેતી. તેનાં બાળકો અને પતિને આ માપદંડોમાંથી બહાર રાખવામાં આવ્યાં હતાં. જો કાશ્મીરી પુરુષ કોઈ અન્ય રાજ્યની મહિલા સાથે લગ્ન કરે તો તેને અથવા તેનાં બાળકોને સ્થાનિક નિવાસી માનવામાં આવતાં હતાં.
તો વળી પુરુષો સંબંધિત આ નિયમમાં પહેલાં જ ઢીલ મળી ગઈ હતી. તે કોઈ પણ રાજ્યની મહિલા સાથે લગ્ન કરી શકતો હતો. તેમનાથી થતાં બાળકો કાશ્મીરના સ્થાનિક નિવાસી જ મનાતાં હતાં. કહેવાય છે કે પ્રશાસનનું આ પગલું લૈંગિક અસમાનતાને ખતમ કરવા માટે છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી આ નોટિફિકેશન ૨૦ જુલાઈ ૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રની મોદી સરકારે ૫ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ આ કલમને હટાવી હતી.

national news jammu and kashmir