મૂળ ભારતીય અભિજીત બેનર્જી સહિત ત્રણને મળ્યા ઇકોનૉમિક્સ માટે નોબેલ

14 October, 2019 05:00 PM IST  |  મુંબઈ ડેસ્ક

મૂળ ભારતીય અભિજીત બેનર્જી સહિત ત્રણને મળ્યા ઇકોનૉમિક્સ માટે નોબેલ

અભિજીત બેનર્જી

ઇકોનૉમિક્સના ક્ષેત્રમાં 2019નો નોબેલ પુરસ્કાર મુળ ભારતના અભિજીત બેનર્જી, એસ્તેર ડુફ્લો અને માઇકલ ક્રેમરને મળ્યું છે. તેમને આ પુરસ્કાર વૈશ્વિક ગરીબી સામે લડાઇ માટે મળ્યા છે. રૉયલ સ્વીડિશ એકેડમી ઑફ સાયન્સએ સોમવારે આની જાહેરાત કરી હતી.

આ પુરસ્કારને ઑફિશિયલી 'બેન્ક ઑફ સ્વીડન પ્રાઇઝ ઇન ઇકોનૉમિક સાયન્સેસ ઇન મેમોરી ઑફ અલ્ફ્રેડ નોબેલ' તરીકે ઓળખવામાં આવે છે, આ પુરસ્કાર સંસ્થાપક દ્વારા બનાવવામાં આવ્યો ન હતો, પણ તેને નોબેલનો ભાગ માનવામાં આવે છે. એકેડમીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "તેમણે વૈશ્વિક ગરીબી સામે લડવા માટે સર્વોત્તમ પદ્ધતિઓને લઈને એક વિશ્વસનીય અને નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે."

એક નિવેદનમાં નોબેલ સમિતિએ કહ્યું કે, "આ વર્ષના પુરસ્કાર વિજેતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શોધની મદદથી વૈશ્વિક ગરીબી સામે લડવાની અમારી ક્ષમતામાં ઘણો સુધારો થયો છે. ફક્ત બે દાયકામાં, તેમના નવા પ્રયોગ-આધારિત દ્રષ્ટિકોણે વિકાસ અર્થશાસ્ત્રને બદલી દીધો છે, જે હવે અનુસંધાનનું એક સમૃદ્ધ ક્ષેત્ર છે."

આ પુરસ્કાર 1968માં સ્વીડિશ કેન્દ્રીય બેન્ક, રિક્સબૈંકન દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આના પહેલા વિજેતાની એક વર્ષ પછી પસંદગી કરવામાં આવી હતી. અત્યાર સુધી આર્થિક વિજ્ઞાનમાં 81 નોબેલ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. આ પહેલા ગયા અઠવાડિયે, છ નોબેલ પુરસ્કારોને દવા અને ભૌતિકી અને રસાયણ વિજ્ઞાન સાથે સાથે હે સાહિત્ય પુરસ્કાર અને પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા.

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

58 વર્ષના બેનર્જીએ કલકત્તા વિશ્વવિદ્યાલય, જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય અને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું, જ્યાં તેમણે 1988માં પીએચડીની પદવી મેળવી.

national news