જાણો તમને ત્રણ મહિનાથી કેમ નથી મળી એલપીજી સબ્સિડી

26 July, 2020 06:04 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

જાણો તમને ત્રણ મહિનાથી કેમ નથી મળી એલપીજી સબ્સિડી

પ્રતીકાત્મક તસવીર

રાંધણ ગૅસ સિલિન્ડર પર સબ્સિડીમાં ગયા એક વર્ષથી ઘટાડો કરવાને કારણે સબ્સિડીવાળું ગૅસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને હવે સબ્સિડી શૂન્ય થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગૅસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ 637 રૂપિયા હતો જે હવે 594 રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબ્સિડીવાળું ગૅસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત 494.35 રૂપિયા વધીને 594 રૂપિયા થઈ ગઈ.

સરકાર દ્વારા સબ્સિડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષે મેથી જ સબ્સિડી અને સબ્સિડી વગરના રાંધણ ગૅસ સિલિન્ડરની કિંમત સરખી થઈ ગઈ છે. આ વર્ષે મે, જૂન અને જુલાઇમાં ગ્રાહકોને કોઇ સબ્સિડી નથી મળી. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન જ એવા સમાચાર આવ્યા હતા કે સરકારની યોજના ધીમે-ધીમે રસોઇ ગૅસ સિલિન્ડર પર સબ્સિડી પૂરી કરવાની છે, પણ આ સંબંધે પૂછવા પર પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દરવખતે આ વાતની ના પાડી દેતા હતા.

બીજી તરફ સરકારે છેલ્લા એક વર્ષમાં સતત કાપ કર્યો છે. જુલાઇ 2019માં સબ્સિડીવાળા રાંધણ ગૅસ સિલિન્ડર 494.35 રૂપિયાનું અને સબ્સિડીવાળું સિલિન્ડડર 637 રૂપિયાનું હતું. ઑક્ટોબર 2019માં સબ્સિડીવાળું 517.95 રૂપિયાનું અને સબ્સિડી વિનાનું સિલિન્ડર 605 રૂપિયાનું થઈ ગયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમત વધીને 535.14 રૂપિયા અને સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત 714 રૂપિયા થઈ ગઈ. એપ્રિલમાં સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમત 581.57 રૂપિયા અને વગર સબ્સિડીવાળા ગૅસ સિલિન્ડરની કિંમત 744 રૂપિયા થઈ ગઈ.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એપ્રિલમાં એલપીજીની કિંમતોમાં ઘટાડા પછી પણ રાંધણ ગૅસ સિલિન્ડરના બજાર ભાવ 162.50 રૂપિયા ઘટીને 581.50 રૂપિયા કરી દીધી જેથી સબ્સિડી અને સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત એક સરખી થઈ ગઈ. જૂન અને જૂલાઇમાં સબ્સિડીવાળા અને સબ્સિડીવગરના ગૅસ સિલિન્ડડરની કિંમતમાં પણ સમાન વધારો કરવામાં આવ્યા છે.

દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને પોતાની વેબસાઇટ પર સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમત વિશે માહિતી આપવાની બંધ કરી દીધી છે. એક વર્ષ પહેલા સુધી તેની વેબસાઇટ પર તેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમતોમાં ગયા વર્ષે જાન્યુઆરી સુધી વધારે અને તેનું કારણ જાણવા માટે સાર્વજનિક ક્ષેત્રની કંપનીને 07 જુલાઇના લખવામાં આવેલા ઇ-મેઇલનો અને તેના તરફથી અત્યાર સુધી કોઇ જવાબ આવ્યો નથી.

business news national news