રાજસ્થાનમાં કોઈ જૂથવાદ નહીં, કૅબિનેટ ફેરબદલથી પાઇલટ ખુશ

22 November, 2021 11:12 AM IST  |  Mumbai | Agency

ર૦ર૦માં ડેપ્યુટી ચીફ-મિનિસ્ટર સચિન પાઇલટે ચીફ-મિનિસ્ટર અશોક ગેહલોટ સામે બળવો કર્યો હતો. જોકે પ્રધાનમંડળમાં ફેરફારને પાઇલટે આવકાર્યો હતો અને સંતોષજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં કોઈ જૂથવાદ નથી. 

સચિન પાઇલટ

લાંબા સમયથી રાજસ્થાન કૅબિનેટમાં ફેરફારની રાહ જોવાઈ રહી હતી. રવિવારે ૧૧ નવા કૅબિનેટ પ્રધાન અને ચાર રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા. ગવર્નરે નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા.
નવા પ્રધાનોમાંથી પાંચ પ્રધાનો સચિન પાઇલટ-કૅમ્પના હોવાનું કહેવાય છે. ર૦ર૦માં ડેપ્યુટી ચીફ-મિનિસ્ટર સચિન પાઇલટે ચીફ-મિનિસ્ટર અશોક ગેહલોટ સામે બળવો કર્યો હતો. જોકે પ્રધાનમંડળમાં ફેરફારને પાઇલટે આવકાર્યો હતો અને સંતોષજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં કોઈ જૂથવાદ નથી. 
અશોક ગેહલોટે પ્રધાનમંડળના વિસ્તરણ પછી કહ્યું હતું કે તમામ તબક્કાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આદિવાસી, પછાત જાતિ, લઘુમતીઓ સૌના પ્રતિનિધિને સમાવવામાં આવ્યા છે. ર૦ર૩ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે. 

national news indian politics rajasthan sachin pilot