નિર્ભયા ગેંગરેપ કેસઃ બળાત્કારી મુકેશની ફાંસી નિશ્ચિત છે

29 January, 2020 01:24 PM IST  |  Delhi | Mumbai Desk

નિર્ભયા ગેંગરેપ કેસઃ બળાત્કારી મુકેશની ફાંસી નિશ્ચિત છે

નિર્ભયા ગેંગ રેપ કેસનાં મુકેશ સિંહની અરજી કોર્ટે સુપ્રીમ કોર્ટે ફરી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ અરજી ફગાવી દિધા બાદ સુપ્રીમ કોર્ટમાં મુકેશે આ નિર્ણયને પડકારતા અરજી કરી હતી. તેણે પોતાનું જેલમાં શોષણ થતું હોવાની વાત કરી હતી જો કે કોર્ટે તેની તમામ દલીલોને પાયા વગરની ગણાવી હતી. કોર્ટે કહ્યુ હતું કે જેલમાં શોષણ એ કંઇ રાષ્ટ્રપતિની દયાની અરજી ફગાવવાના નિર્ણયનું વિશ્લેષણ કરવાનો આધાર ન હોઇ શકે.

સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિને મોકલાયેલા તમામ દસ્તાવેજો અને કાગળો કોર્ટે જોયા પરંતુ તેમાં કોઇ મેરિટન ન હોવાથી મુકેશની અરજી ફગાવી દેવાઇ છે. આ અરજીનું નામંજુર થવુ મુકેશ સિંહની ફાંસીને નિશ્ચિત કરે છે. પુનર્વિચાર અરજી, ક્યૂરેટિવ પિરટિશન અને દયાની અરજી ત્રણેય નામંજુર થતા મુકેશ પાસે રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારવાનો જ રસ્તો હતો પણ હવે તે કંઇ નહીં કરી શકે.

નિર્ભયા ગેંગરેપ કેસના વધુ એક દોષી અક્ષય આજે ક્યુરેટિવ અરજી દાખલ કરશે.  ન્યાય મુર્તિ આર ભાનુમતિ, અશોક ભૂષણ અને એસ બોપન્નાની બેન્ચે બંન્ને પક્ષની વાત અઢી કલાક સાંભળ્યા પછી વરિષ્ઠ વકીલ અંજના પ્રકાશે રાષ્ટ્રપિતની દયાની અજીને અમાન્ય કરવાના આદેશ પર સવાલ કર્યો હતો કે તેમાં પ્રક્રિયાનું પાલન નથી થયું. વિચાર્યા વગર ઉતાવળે આદેશ અપાયો છે. તેમણે કહ્યું કે બંધારણના અનુચ્છેદ 72 અનુસાર રાષ્ટ્રપતિનો માફી આપવાનો અધિકાર એક બંધારણિય જવાબદારી છે. સુપ્રીમ કોર્ટ અમુક આધારે તેની સમીક્ષા કરી શ કે છે. અંજના પ્રકાશે કહ્યું કે જેલ ઓથોરિટીમાં કરેલી આરટીઆઇ અનુસાર જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ સામે મુકેશની ડીએનએ રિપોર્ટ નથી રજુ કરાઇ જેમાં એ સાબિત થયેલું છે કે મુકેશ તે દુષ્કર્મમાં સામેલ નહોતો.

મુકેશના વકીલે એમ પણ કહ્યું છે કે તે દિવસે મુકેશ માત્ર બસ ચલાવી રહ્યો હતો, તેણે પીડિતા સાથે કંઇ કર્યું ન હતું કે ન તો તેને મારવામાં તેનો હાથ હતો. મુકેશને અત્યારે એકાંત કારાવાસમાં રખાયો છે તથા તેની સાથે જેલમાં જાતીય શોષણ પણ થયું છે અને આ બાબતોને પણ ગણતરીમાં લેવી જોઇતી હતી.

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું અનુચ્છેદ 32 હેઠળ દાખલ થયેલી મુકેશની આ અરજી સ્વીકારવાને લાયક જ નથી. જેણે બીજા ગુનેગારો સાથે મળીને એક નિર્દોષની જિંદગીનો અંત આણ્યો, તેના આંતરડા સુદ્ધાં બહાર ખેંચી કાઢ્યા તે મૂલ્યની વાત કેવી રીતે કરી શકે. રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલવામાં બધી અનિવાર્ય પ્રક્રિયા અનુસરાઇ છે. તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે મુકેશને જેલમાં એકાંત કારાવાસમાં નથી રખાયો.

supreme court new delhi