નિર્ભયા કેસમાં હવે ફાંસી નક્કી : રાષ્ટ્રપતિએ પવન ગુપ્તાની દયાઅરજી ફગાવી

05 March, 2020 11:07 AM IST  |  New Delhi

નિર્ભયા કેસમાં હવે ફાંસી નક્કી : રાષ્ટ્રપતિએ પવન ગુપ્તાની દયાઅરજી ફગાવી

નિર્ભયા કેસના આરોપીઓ

નિર્ભયા કેસમાં ચારેય દોષીઓની પાસે તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી પવન ગુપ્તાની દયાઅરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયાઅરજી ફગાવી દેતાં હવે દોષીઓની ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

અત્રે જણાવવાનું કે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચારેય દોષી મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસીની સજા થઈ ચૂકી છે. આ અગાઉ નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. દોષી પવને ફાંસીની સજાને ઉમર કેદમાં ફેરવવાની માગણી કરી હતી. ત્યાર બાદ પવન ગુપ્તા પાસે ફક્ત એક જ વિકલ્પ બચ્યો હતો અને એ હતો રાષ્ટ્રપતિ પાસે દયાઅરજી મોકલવાનો વિકલ્પ. પરંતુ હવે રાષ્ટ્રપતિએ પણ પવન ગુપ્તાની દયાઅરજી ફગાવી દીધી છે.

new delhi supreme court national news Crime News mumbai crime news