Nirbhaya case: ફાંસીને હવે ગણતરીના કલાકો, પવનની દયાની અરજી ફગાવી

02 March, 2020 06:07 PM IST  |  | Mumbai Desk

Nirbhaya case: ફાંસીને હવે ગણતરીના કલાકો, પવનની દયાની અરજી ફગાવી

નિર્ભયાના ચારેય આરોપીઓમાંથી પવનની દયાની અરજીને પણ રાષ્ટ્રપતિએ ખારીજ કરી દીધી છે. સોમવારે સવારે સુપ્રીમ કોર્ટમાંથી ક્યુરેટિવ પિટીશન ખારીજ કરાઇ પછી પવને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી હતી જે પણ ખારીજ કરાઇ. પવનનના વકીલ એ.પી. સિંહે સોમવારે આ અરજી ફગાવી દેવાઇ હોવાની જાણ દિલ્હીના પટિયાલા હાઉસમાં સુનાવણી દરમિયાન કરી હતી.

નિર્ભયાના ચારેય આરોપીમાંથી પવન કુમાર ગુપ્તાને સુપ્રીમ કોર્ટનાં આ વલણનો ભારે ઝટકો લાગ્યો. પહેલાં તો પાંચ સદસ્યોની બેંચે તેની ક્યુરેટિવ પિટીશન ખારીજ કરી અને આના બદલામાં પવન કુમારે મંગળવારે સવારે 6 વાગે થનારી ફાંસીને અટકાવવા માટે દયાની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ કરી હતી જે પણ સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન ખારીજ કરાઇ હતી. પવન કુમારે શુક્રવારે ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જે અંગે સોમવારે નિયમિત સુનાવણી શરૂ થાય તે પહેલાં ચેમ્બરમાં જ સુનાવણી કરાઇ હતી. પાંચ સભ્યોની બેંચે આ અંગે ન્યાયાધીશનાં ચેંબરમાં જ આ સુનાવણી કરી. પવનને ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાય તેમાં રસ હતો અને 3જી માર્ચે સવારે છ વાગે થનારી ફાંસી પણ અટકાવાય તેવી અરજીમાં વાત કરાઇ હતી. પવનના પિટીશન કે અરજીને માન્ય નથી રખાયા.
નિર્ભયાના ચારેય આરોપીઓનું ડેથ વોરંટ 17મી ફેબ્રુઆરીએ જાહેર કરાયું છે અને 3 માર્ચનાં રોજ સવારે 6 વાગ્યે તિહાર જેલ નંબર 3માં ચારેયને ફાંસીની સજા અપાશે.

 

supreme court delhi news Crime News