નીરવ મોદીને લવાશે ભારત, બ્રિટનનાં ગૃહમંત્રીએ હકાર ભણ્યો

16 April, 2021 07:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતમાંથી ફરાર થયેલા અને ભાગેજુ જાહેર કરાયેલા ડામંડમ મર્ચન્ટ નીરવ મોદીને (Nirav Modi) તાત્કાલિક બ્રિટનથી ભારત લાવવામાં આવશે, બ્રિટનને ગૃહ વિભાગે નીરવ મોદીનાં પ્રત્યાર્પણને મંજુરી આપી દીધી છે

નીરવ મોદી - ફાઇલ તસવીર

ભારતમાંથી ફરાર થયેલા અને ભાગેજુ જાહેર કરાયેલા ડામંડમ મર્ચન્ટ નીરવ મોદીને (Nirav Modi) તાત્કાલિક બ્રિટનથી ભારત લાવવામાં આવશે, બ્રિટનને ગૃહ વિભાગે નીરવ મોદીનાં પ્રત્યાર્પણને મંજુરી આપી દીધી છે. ભારતની પ્રત્યાર્પણની માંગ પર બ્રિટનની સરકારે સંમતી વ્યક્ત કરી છે અને તેને મંજુરી પણ આપી દીધી છે.

હાલમાંમાં નીરવ મોદી લંડનની જેલમાં છે, આ કેસ નીરવ મોદીની 3 કંપનીઓ, તેના અધિકારીઓ,પંજાબ નેશનલ બેંક (PNB)નાં અધિકારીઓની સાંઠગાંઠથી જ આ કૌભાંડ થયું. 

આ કેસમાં બ્રિટનનાં ગૃહપ્રધાને છેતરપીંડી અને મની લોન્ડરિંગનાં આરોપોને પગલે ભારતમાં વોન્ટેડ હીરાનાં વેપારી નીરવ મોદીનાં પ્રત્યાર્પણને આજે મંજુરી આપી દીધી છે. CBI ના એક અધિકારીએ કહ્યું કે શુક્રવારે બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. અગાઉ લંડનની એક અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે સંમતિ આપી હતી અને કહ્યું હતું કે ભારતની જેલમાં તેમની સંભાળ લેવામાં આવશે એમ કહીને તેની પ્રત્યર્પણને પડકારનારી તમામ અરજીઓને નકારી કાઢી હતી.

નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસી  પર પંજાબ નેશનલ બેંકના અધિકારીઓની સાથે મળીને રૂ. 14,000 કરોડથી વધુની લોનની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી ગેરંટીપેપર દ્વારા આચરવામાં આવી હતી. ભારતમાં બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગના બે મોટા કેસ CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયા છે. આ સિવાય તેની વિરુધ્ધ અન્ય કેટલાક કેસો પણ ભારતમાં નોંધાયેલા છે. CBI અને EDની વિનંતીથી ઓગસ્ટ 2018 માં બ્રિટનને તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.

આ કૌભાંડ બાદ ભારત ભાગી ગયેલા નીરવ મોદી હાલમાં લંડનની વર્ડસવર્થ જેલમાં બંધ છે. પોતાના પ્રત્યાર્પણ ટાળવા માટે નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું હતું કે તે માનસિક રીતે બીમાર છે. તેમણે ભારતની જેલમાં સુવિધા ન હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, કોર્ટે નીરવ મોદીની આ દલીલોને નકારી કાઢી હતી.

Nirav Modi great britain united kingdom