PNB જ નહીં OBCને પણ નીરવ મોદી, મેહુલ ચોક્સીએ લગાવ્યો છે ચૂનો

07 September, 2019 05:00 PM IST  |  મુંબઈ

PNB જ નહીં OBCને પણ નીરવ મોદી, મેહુલ ચોક્સીએ લગાવ્યો છે ચૂનો

PNB જ નહીં OBCને પણ નીરવ મોદી, મેહુલ ચોક્સીએ લગાવ્યો છે ચૂનો

સરકારી ક્ષેત્રની ઋણદાતા બેંક ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સે હવે જાહેર કર્યું છે કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીની જોડી તેમના પણ લગભગ 289 કરોડ રૂપિયા લઈને ભાગી છે. તેમણે આ જાણકારી એવા સમયમાં આપી છે, જ્યારે તેમનો પંજાબ નેશનલ બેંકમાં વિલય થવા જઈ રહ્યો છે.

નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીને 13, 500 કરોડનો ચૂનો લગાવ્યો હોવાની ખબર ફેબ્રુઆરી 2018માં સામે આવતા જ આખા દેશનું બેંકિંગ સેક્ટર હલી ગયું હતું. આ ઘટના સામે આવ્યાના 18 મહિના બાદ ઓબીસીએ બંનેને તેની કંપનીઓને વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરવા સંબંધી નોટિસ જાહેર કરી છે. બેકનું કહેવું છે કે બંનેએ તેમની મુંબઈ સ્થિત શાખામાંથી 289 કરોડની લોન લીધી હતી. નોટિસ પ્રમાણે નીરવ મોદીની કંપનીઓએ 60.41 અને 32.25 કરોડની લોન પાછી નથી આપી.

આ પણ જુઓઃ વરૂણ કપૂરઃ શું તમને ખબર છે ટીવીપુરનો આ હેન્ડસમ હન્ક ગુજરાતી છે?

ચોક્સીની બે કંપનીઓએ 13.45 કરોડ અને 59.53 કરોડની લોન પાછી નથી આપી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગોટાળો સામે આવ્યા બાદ બંને પોતાના પરિવારની સાથે દેશ છોડીને ભાગી ગયા હતા. ઓબીસીએ 21 માર્ચે 2018ના તેની લોનને એનપીએ જાહેર કરી હતી. ગોટાળો સામે આવ્યાના 18 મહિના બાદ ઓબીસીએ કરેલી આ જાહેરાત પર સવાલ ઉઠી રહ્યા છે.

Nirav Modi national news