જમાત-એ-ઇસ્લામી ટેરર ફન્ડિંગ કેસમાં એનઆઇએના દરોડા

09 August, 2022 09:35 AM IST  |  Jammu | Gujarati Mid-day Correspondent

આ રેઇડ ઝકાત (ચૅરિટી) અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના નામે જેઈઆઈ દ્વારા એકત્ર કરવામાં આવતા ભંડોળ સંબંધી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ટેરર ફન્ડિંગ કેસમાં જમ્મુ અને કાશ્મીરના જમ્મુ અને ડોડા જિલ્લામાં અનેક ઠેકાણે રેઇડ પાડી હતી.

એનઆઇએનાં સૂત્રોએ જમ્મુ અને ડોડા જિલ્લામાં પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી (જેઈઆઇ)ના સભ્યોની ઑફિસ અને રહેઠાણ પર એકસાથે રેઇડ પાડી હતી, જેમાં જમ્મુ જિલ્લાના ભટિંડી અને ડોડા જિલ્લામાં મુનશી મોહલ્લા, અખરામબાદ, નઇ બસ્તી, માલોઠી ભલ્લા અને ધારા ગુંડાનામાં રેઇડ પાડી હતી.

આ રેઇડ ઝકાત (ચૅરિટી) અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના નામે જેઈઆઈ દ્વારા એકત્ર કરવામાં આવતા ભંડોળ સંબંધી હતી. જોકે આ ફન્ડનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે કરવામાં આવતો હતો.

તપાસમાં જેઈઆઇ દ્વારા યુવાનોને અલગતાવાતી પ્રવૃત્તિઓમાં ધકેલવા માટે તેમના રૅન્કમાં જોડાવા માટે પ્રેરિત કરવાનું કારણ પણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

national news jammu and kashmir