ન્યૂઝ શોર્ટમાં: સહેલાણીઓને આવકારવા માટે દલ લેકમાં યોજાઈ શિકારા રેસ

12 June, 2025 12:12 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

શ્રીનગરના દલ લેકમાં ગઈ કાલે શિકારા રેસનું આયોજન થયું હતું.

શિકારા રેસ

પહલગામના હુમલા પછી સહેલાણીઓ કાશ્મીરમાં પહેલાંની જેમ બેધડક ફરતા થાય એ માટે સ્થાનિકો ખૂબ મહેનત કરી રહ્યા છે. શ્રીનગરના દલ લેકમાં ગઈ કાલે શિકારા રેસનું આયોજન થયું હતું. તમામ શિકારાચાલકોએ દેશભરમાંથી લોકોને કાશ્મીરમાં આવકારવાની તૈયારી બતાવતું બૅનર પકડીને રેસ કરી હતી.

બિહારનો પહેલવહેલો ડબલડેકર ફ્લાયઓવર

બિહારના પાટનગર પટનામાં ગઈ કાલે રાજ્યનો સૌપ્રથમ ડબલડેકર ફ્લાયઓવર વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

દહિસરમાં ચાલુ બસનું વ્હીલ ત્રાંસું થઈ ગયું

દહિસર-ઈસ્ટમાં ગઈ કાલે રાતે ૮ વાગ્યાની આસપાસ ચેકનાકા પાસેના ફ્લાયઓવર બ્રિજ નીચે બોરીવલી તરફ જતી BESTની એક બસનું ટાયર ત્રાંસું થઈ જતાં એની પાછળ ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો. તરત જ ટ્રૅફિક-પોલીસ અને સ્થાનિક દહિસર પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને ધીમે-ધીમે ટ્રૅફિક ક્લિયર કર્યો હતો. એવું કહેવાય છે કે ટાયર પંક્ચર થતાં આ બનાવ બન્યો હતો. જોકે ટાયર ત્રાંસું થઈ જવાની આ ઘટનાએ અન્ય વાહનચાલકોમાં અચરજ જગાડ્યું હતું.  

national news india jammu and kashmir srinagar