ન્યૂઝ શોર્ટમાં: વાંચો ગુજરાત, દેશ અને પરદેશ સંબંધિત સમાચાર ટૂંકમાં

13 May, 2021 12:53 PM IST  |  New Delhi | Agency

અમદાવાદની જીસીએ મેડિકલ કૉલેજ, હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઈ કાલે કોરોનાના દરદીઓ સાથે નર્સો સહિતના મેડિકલ સ્ટાફે અંતાક્ષરી અને ગરબા ગાઈને ‘ઇન્ટરનૅશનલ નર્સિસ ડે’ની ઉજવણી કરી હતી.

નર્સોએ કોરોના દરદીઓ સાથે ‘સ્પેશ્યલ ડે’ ઊજવ્યો

અમદાવાદમાં નર્સોએ કોરોના દરદીઓ સાથે ‘સ્પેશ્યલ ડે’ ઊજવ્યો
અમદાવાદની જીસીએ મેડિકલ કૉલેજ, હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઈ કાલે કોરોનાના દરદીઓ સાથે નર્સો સહિતના મેડિકલ સ્ટાફે અંતાક્ષરી અને ગરબા ગાઈને ‘ઇન્ટરનૅશનલ નર્સિસ ડે’ની ઉજવણી કરી હતી. કોરોનાના કપરા કાળમાં કોરોના યોદ્ધા તરીકે કાર્યરત નર્સોને પ્રોત્સાહિત કરવા માટે તેમ જ કોરોનાના દરદીઓને તણાવમુક્ત રાખવા માટે હૉસ્પિટલમાં આ સેલિબ્રેશન કરાયું હતું જેમાં દરદીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા તેમ જ અંતાક્ષરીમાં ભાગ લઈને આનંદ માણ્યો હતો અને સ્ટ્રેસમુક્ત થયા હતા.

‍B.1.617 સ્ટ્રેન માટે ‘ઇન્ડિયન વેરિયન્ટ’ શબ્દ વાપર્યો જ નથી: આરોગ્ય મંત્રાલય
કોરોનાવાઇરસના ‍B.1.617 મ્યુટન્ટને ‘ઇન્ડિયન વેરિયન્ટ’ ગણાવવા સામે રોષ વ્યક્ત કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને એના દસ્તાવેજમાં આ સ્ટ્રેન માટે ‘ઇન્ડિયન’ શબ્દ પ્રયોજ્યો નથી. હુએ તાજેતરમાં જેને ‘વૈશ્વિક ચિંતાનો વિષય’ ગણાવ્યો છે તે ‍B.1.617 મ્યુટન્ટ સ્ટ્રેન માટે ‘ઇન્ડિયન વેરિયન્ટ’ શબ્દનો ઉપયોગ કરનારાં માધ્યમોના અહેવાલોને મંત્રાલયે ‘પાયાવિહોણા’ ગણાવ્યા હતા.

દરદીઓ માટે સંરક્ષણ વિભાગની ‘ઑક્સિકૅર’ સિસ્ટમ આવી રહી છે
કેન્દ્ર સરકારે કોરોનાના દરદીઓની સારવારમાં મદદ માટે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા વિકસાવવામાં આવેલી ‘ઑક્સિકૅર’ સિસ્ટમના ૧,૫૦,૦૦૦ યુનિટ્સ ખરીદવાની મંજૂરી આપી હતી. ઑક્સિકૅર એ SpO2 (ઑક્સિજન સેચ્યુરેશન) લેવલ પર આધારિત ઑક્સિજન સપ્લાય સિસ્ટમ છે. ડીઆરડીઓએ ઑક્સિકૅરના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે ભારતના વિવિધ ઉદ્યોગોને આ ટેક્નૉલૉજી ટ્રાન્સફર કરી છે.

કોરોનાને રોકવા આ ગામે જાતે જ સરહદ સીલ કરી 
ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના પરવાના ગામે કોવિડ-19ના પ્રસારથી બચવા તેની બૉર્ડર સીલ કરવાનો નિર્ણય લીધો છે. ગામનાં પ્રવેશ સ્થળો પર બહારના લોકોનો ગામમાં પ્રવેશ પ્રતિબંધિત હોવાનું જણાવતાં બૅરિકેડ્સ મૂકવામાં આવ્યાં છે. છેલ્લા એકથી દોઢ મહિનામાં લગભગ બે ડઝન લોકોનું કોવિડ-19 પોઝિટિવ થયા બાદ મૃત્યુ થતાં ગામના વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામના લોકો પોતે તેમ જ બાળકો પાસે પણ સુરક્ષાના પ્રોટોકૉલનું પાલન કરાવે છે. 

ઇઝરાયલી હુમલામાં પૅલેસ્ટીનના ઉગ્રવાદી નેતાઓ બન્યાં નિશાન
ઇઝરાયલે ગઈ કાલે પાડોશી દેશ પૅલેસ્ટીન સાથેની લડાઈ દરમ્યાન ગાઝા પટ્ટી પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતા. આ અટૅકમાં હમાસ ઉગ્રવાદી જૂથના ટોચના નેતાઓ માર્યા ગયા હોવાનું મનાય છે. પોલીસના વડા મથકને પણ આ હુમલામાં નિશાન બનાવાયું હતું. ગાઝાનો સિટી કમાન્ડર માયોર઼્ ગયો છે. પૅલેસ્ટીનના રૉકેટને નિષ્ફળ બનાવવા ઇઝરાયલના સૈનિકોએ ડિફેન્સ સિસ્ટમ પણ કાર્યરત કરી છે. એ.એફ.પી.

national news coronavirus covid19 covid vaccine vaccination drive israel