તેલંગણામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

15 April, 2021 12:15 PM IST  |  Mumbai | Agency

હવામાન ખાતાએ વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડા સહિત હળવો કે મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ કરી છે.

GMD Logo

તેલંગણા રાજ્યમાં આવતા પાંચેક દિવસમાં વાવાઝોડું ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. હવામાન ખાતાએ વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડા સહિત હળવો કે મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ કરી છે. કેટલાંક ઠેકાણે ભારે ઝાપટાં પડવાની સંભાવના પણ આગાહીમાં દર્શાવવામાં આવી છે. 

ન્યુ ઝીલૅન્ડમાં ગાયની નિકાસ પર પ્રતિબંધ

ન્યુ ઝીલૅન્ડમાં જીવતી ગાયો તેમ જ અન્ય કૃષિલક્ષી પ્રાણીઓની નિકાસ પર ગઈ કાલથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરોક્ત પ્રતિબંધને સંપૂર્ણપણે અમલમાં આવતાં સહેજે બે વર્ષનો સમય લાગશે. ચીન માટે નિકાસ કરવામાં આવી રહેલાં ૫૮૦૦ ઢોરો સાથેનું જહાજ જપાન નજીક ડૂબી જવાથી તમામ ઢોરોનું મૃત્યુ થતાં ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડે ઢોરોની નિકાસ પર હંગામી ધોરણે પ્રતિબંધ લાગુ કર્યો હતો.

national news international news hyderabad new zealand